તાપી : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરોનો રાફડો : તંત્ર કાર્યવાહી કરશે કે અરજદાર ને ધમકી મળશે ?!!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગ્રામ પંચાયતના આજુબાજુમાં ગેરકાયદેસરની શોપીંગો બાંધકામ હોવાની રાવ ઉઠી રહી છે.
આજ રોજ વેલ્દા ગામના એક જાગૃત નાગરિકે વેલ્દા ગ્રામ પંચાયતના તલાટી કમ મઁત્રી ને અરજી કરી ગ્રામ પંચાયતથી દૂધ ડેરી સુધીની તમામ શોપીંગ સેન્ટરોનુ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ, જે ગ્રામ પંચાયતની મંજૂરી કે ઠરાવ લેવામાં આવેલ નથી, તેવા શોપીંગ સેન્ટરને તોડી પાડવામા આવે અને ગ્રામ પંચાયતની બાજુમાં જે શોપીંગ સેન્ટર બાંધકામ કરવામાં આવેલ છે તે શોપીંગ સેન્ટર પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે શોપીંગને પણ તપાસ કરી તોડી પાડવામા આવે અને બજાર ફળિયામાં શોપીંગ સેન્ટર બનાવી દેવામાં આવેલ છે. જેટલા શોપીંગ સેન્ટર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે. તેવી શોપીંગો ને તોડી પાડવામા આવે એવી માંગો સાથે અરજદારે વેલ્દા ગામના તલાટીને અરજી કરવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિક જણાવે છે કે વેલ્દા ગામના ગ્રામ પંચાયત પાસે રાજીવ ગાંધી ભવનની બાજુમાં જે શોપીંગ સેન્ટરો બનાવવામાં આવેલ છે તે પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવેલ છે અને જાહેર હરાજીથી ફાળવણી કરવામાં આવેલ છે. તે સિવાય અન્ય કોઈ પણ શોપીંગ સેન્ટર બાંધકામ કરવા અંગે ગ્રામપંચાયત મારફત પરવાનગી આપવામાં આવેલ નથી ! વેલ્દા ગ્રામ પંચાયત પર સવાલ ઉઠી રહયો છે કે ગ્રામપંચાયતની આજુ બાજુમાં જે શોપીંગ સેન્ટરનુ બાંધકામ કરવામાં આવેલ છે તે કોની પરવાનગી લઈ બાંધકામ કર્યું ? વેલ્દા ગ્રામ પંચાયતે શોપીંગને બાંધકામ કરવા માટે મંજૂરી આપી નથી તો કેવી રીતે વેલ્દા ગામમાં ગામતળમાં શોપીંગોનુ બાંધકામ થયું છે ? મળતી માહિતી મુજબ વેલ્દા ગ્રામપંચાયતથી દૂધ ડેરી સુધીના શોપીંગ સેન્ટરોની દુકાનોનું વેચાણ પણ કરવામાં આવેલ છે. તે રકમ ગઈ ક્યાં ? તે તપાસનો વિષય બની ગયો છે. વેલ્દા ગ્રામ પંચાયતના ઠરાવ કે રેકોર્ડમાં એક જ શોપીંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવેલ છે. તે રાજીવ ગાંધી ભવનની બાજુમાં છે. તે સિવાય કોઈ પણ શોપીંગ સેન્ટરને ગ્રામપંચાયતે મંજૂરી આપી નથી. કેટલા વર્ષોથી વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો છે ? શુ વેલ્દા ગામમાં ગેરકાયદેસર શોપીંગ સેન્ટરો એટલી બધી બનાવી દેવામાં આવ્યું. છતાં પણ સરપંચ ને કેમ ખબર નથી પડી? એવું લાગે છે કે સરપંચ ને ખબર હશે? તપાસ કરવામાં આવે તો સરપંચની પણ શોપીંગ નીકળશે? એવું લાગી રહયું છે કે વેલ્દા ગામમાં હિટલર શાહી ચાલે છે એમ સ્પષ્ટ જોવાઈ આવે છે.શુ વેલ્દા ગામના તલાટી દિનેશભાઇ ગ્રામપંચાયતથી દૂધ ડેરી સુધીના ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ શોપીંગ સેન્ટરો પર કાર્યવાહી કરશે?કે પછી અરજી દારને દાખધમકી આપવામાં આવશે?આવનાર સમયમાં ખબર પડશે.