ભીલીસ્થાન ટાઇગર સેનાએ અતુલ વેકરીયા અકસ્માત પ્રશ્ને માંગરોળનાં મામલતદારને આપેલું આવેદનપત્ર.
માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાનાં આગેવાનોએ દેખાવો સાથે વિરોધ પ્રદર્શિત કરી આદિવાસી યુવતીને સુરતમાં કચડી મારનાર અતુલ બેકરીના માલિકને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.તાજેતરમાં સુરતના વેસુ ખાતે હિટ એન્ડ રન થી ઉર્વશી ચૌધરી નામની આદિ વાસી યુવતીને અતુલ બેકરીના માલિકે દારૂના નશામાં કચડી મારી હતી જેથી આરોપીને સજા મળે એ માટે સુરત જિલ્લા ભિલીસ્થાન ટાઈગર સેના પ્રમુખ ઉદેશીંગ ભાઈ વસાવા સોહેલ જર્મન સહિતના સંખ્યાબંધ આગેવાનોએ તાલુકા મથક માંગરોળ મામલતદાર કચેરી ખાતે એકત્ર થઈ બેનરો સાથે સૂત્રોચ્ચાર દેખાવો વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ એક લેખિત આવેદ નપત્ર માંગરોળના મામલતદારને સુપ્રત કરી ન્યાયની માંગ કરી હતી ભીલી સ્થાન ટાઈગરસેનાનાં સોહેલ જર્મને જણાવ્યું કે નશો કરેલી હાલતમાં ત્રણ વાહન ચાલકોને અડફેટે લઇ એક આદિવાસી યુવતીનું મોત નિપજાવવા છતાં અતુલ બેકરીના માલિક વિરુદ્ધ ૩૦૪ અ દાખલ કરી સુરત ઉમરા પોલીસે તપાસની ઢીલી નીતિ અપનાવી આરોપીને જામીન મુક્ત કરી દીધો છે.જેથી અમારો પોલીસ પ્રશાસન સામે પણ આ સવાલ છે ખરેખર તેના વિરુદ્ધ માનવ વધની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેની ધરપકડ ફરી થવી જોઈએ અને ધરપકડ નહીં કરવામાં આવશે તો જિલ્લામાં ચાલતી અતુલ બેકરીની દુકાનોને ભીલી સ્તાન ટાઇગર સેના તાળાં મારશે તેમજ આવનારા સમયમાં સુરતની કમિશનર કચેરીનો ઘેરાવ તેમજ ઉપવાસ આંદોલન જેવા કાર્યક્રમો ભીલીસ્થાન ટાઈગર સેના આપશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારી પ્રશાસનની રહેશે.
રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)