તાપી : બાગાયતી પાકોની સહાય મેળવવા ખેડુતોને અનુરોધ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વર્ષ:- ૨૦૨૧–૨૦૨૨ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.: ૦૬/૦૩/૨૦૨૧ થી તા.: ૨૦/૦૪/૨૦૨૧ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ ખોલવામાં આવેલ છે. જે ખેડુત મિત્રો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ:- ૨૦૨૧-૨૦૨૨ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ જણાવેલ સમય દરમ્યાન પોતાના ગામના ઇ-ગ્રામ સેંટર કે કોઇ ખાનગી ઇંટરનેટ ઉપરથી અથવા અત્રેની કચેરીમાં સવારના ૧૧.૦૦ કલાક થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન ૭/૧૨, ૮-અ ની હાલની અસલ નકલ, આધાર કાર્ડની નકલ., રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. ઓનલાઇન અરજી કર્યા બાદ તેની પ્રીંટ કાઢી, અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સાથે અરજી દિન – ૦૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડુત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂમાં પહોંચતી કરવાની રહેશે. અરજી કરતી વખતે આપનો મોબાઇલ નંબર અવશ્ય આપવો જેથી અરજીની સ્થિતી લગતા તમામ મેસેજ આપને મોબાઇલ પર મળી રહેશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, વ્યારા-તાપી ના ફોન નં. ૦૨૬૨૬ ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક કરવો.
સહાયના ઘટકો
1) અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, 2) ઓઇલ પામ માં આતર પાક માટેઇન પટુસ, ૩) ઓઇલપામ ફ્રેશ ફ્રુટ બંચીશ ( FFB)ના ટેકાના ભાવ, ૪) ઓઈલ પામ વાવેતર વવસ્તાર, ૫) ઔષધિય/ સુગંધીત પાકોના વાવેતર માટે સહાય, ૬) ઔષધિય/ સુગંધીત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ , ૭) કાચા મડંપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, ૮) કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાન્ટીંગ મટીરીયલ સહાય, ૯) કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, ૧૦) ગ્રીનહાઉસ તથા ટીસ્યુલેબ. વીજદર સહાય, ૧૧) ટીસ્યકુલ્ચર ખારેકની ખેતીમાં સહાય, ૧૨) ડ્રીપ ઇરીગેશન માટેપાણીના ટાંકા, ૧૩) ડીઝલ/ ઇલેક્ટ્ટ્રીક/પેટ્રોલ પં૫સેટ- (ઓઇલપામ HRT – 6), ૧૪) દેવીપજુક ખેડુતો ને તરબચૂ ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ૧૫) નિકાસકારોનેબાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, ૧૬) પલગ નર્સરી, ૧૭) પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, ૧૮) પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટેસહાય, ૧૯) ફળ/શાકભાજી પાકોના હાઇબ્રિડ બિયારણ ખરીદવા, ૨૦) ફળપાક પલાન્ટીગ મટીરીયલમાં સહાય, ૨૧) ફળપાકના વાવેતર(ડાગં જજલ્લા માટે- HRT-10), ૨૨) બાગાયત પેદાશની પોસ્ટ હાવેસ્ટ મેનેજમેન્ટ અંતગધત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, ૨૩) બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય,૨૪) બાગાયતી પાકોમાં વોટર સોલ્યબુલ ખાતરમાં સહાય,૨૫) હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાસ માટેના નરૂમાં સહાય, ૨૬) વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યકુલ્ચરથી ઉત્પન્ન થયેલ પલાન્ટીગ મટીરીયલમાં સહાય, ૨૭) બોરવેલ /ટયબુ વેલ /વોટર હાવેસ્ટ સ્ટ્રકચર / તળાવ (ઓઇલપામ: HRT – 6),૨૮) મશીનરી એંન્ડ ટુલ્સ નેશનલ મિશન ઓન ઓઇલસીડ એંન્ડ ઓઇલપામ (HRT – 6, ૨૯) સરગવાની ખેતીમાં સહાય

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other