કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે બકરા પાલકો માટેની તાલીમ યોજાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત, આહવા ડાંગ અને. કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ ના સહિયારા પ્રાયાસ થી કેવિકે વઘઇ મા બકરા પાલકો માટેની તાલીમ યોજાઈ હતી જેનું ઉદ્ઘાટન કેવિકે વઘઇ ના જીજ્ઞેશભાઈ ડોબરીયાએ કર્યું હતું અને નવસારી કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રના ગૌરવ પંડયા, રાવલ સાહેબ અને કેતનભાઈ દ્વારા બકરા પાલન બાબતે તેના રહેઠાણ, ખોરાક , રોગો અને તેના માટે રાખવાની કાળજી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલિમ મા ૪૦ જેટલા બકરા પાલક બહેનો અને ભાઈઓએ ભાગ લીધો હતો, નવસારી યુનિવર્સિટી દ્વારા અગાઉ ૨૦૨૦ માં સુરતી બકરા આહવા ડાંગના લાભાર્થીઓને વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા આમ આ તાલિમ કાર્યક્રમ સફળ કરવામાં બકરા પાલકોએ, કૃષિ યુનિવર્સિટી નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઇ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.