તાપી જિલ્લામાં પત્રકાર પર થયેલા હુમલામાં પોલીસ કાર્યવાહી થઈ
આરોપીઓની ધરપકડ કરી પોલીસે પ્રશંસનીય કામગીરી કરી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ચૂંટણી હારી ગયા ની અદાવતમાં તાપી જિલ્લાના પત્રકાર પર થયેલા હુમલા માં ગત રોજ ઘટના નો વિરોધ કરતા પત્રકાર એકતા સંગઠન તાપીના પત્રકારોએ તાપી જિલ્લા એસ.પી અને તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓની ધરપકડ કરી પત્રકારોને રક્ષણ આપવાની માંગ કરી હતી જેમાં પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા આરોપીઓની ધરપકડ કરી.
પત્રકાર હંમેશા સમાજ ના છેલ્લામાં છેલ્લા વ્યક્તિના ન્યાય માટે લડતો હોય છે સમાજમાં ભ્રષ્ટાચાર ન થાય તેની માટે અવાજ ઉઠાવતો હોય છે એ સમાજ ના ન્યાય માટે તે અવાજ ઉઠાવતો હોય છે,આજે પણ જેની સાથે અન્યાય થયો હોય તે વ્યક્તિ ન્યાય માટે પત્રકાર તરફ આશાભરી નજરે જોતો હોય છે.અને પત્રકાર નીડર થઈને લોકોના હિત માટે સત્ય માટે અવાજ પણ ઉઠાવતો હોય છે .પરંતુ ક્યારેક જાણતા-અજાણતા આવા પત્રકારો પર પણ હુમલા થઇ જતા હોય છે ત્યારે ગત દિવસે તાપી જિલ્લાના પત્રકાર અનિલ ભાઈ ગામીત ને ચૂંટણીમાં હારેલા ઉમેદવાર દિનેશભાઈ છોટુભાઈ ગામીત રહે. વાગદા, તા. સોનગઢ અને તેમના સમર્થકો સુરેશભાઈ જયંતિભાઈ ગામીત રહે. વાગદા, તા. સોનગઢ અને રસીકભાઈ ગામીત રહે. ઘોડા, તા. સોનગઢ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે ઘટનાના વિરોધમાં તાપી જિલ્લા પત્રકાર સંગઠનના તમામ પત્રકારોએ તાપી જિલ્લા એસ.પી. અને કલેકટરને રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી જેથી કરીને આવનાર ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ પત્રકાર પર હુમલો કરતાં સો વાર વિચાર કરે. આ ઘટનામાં પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા ગતરોજ આરોપીઓની ધરપકડ કરતાં પત્રકારોને સંતોષ થયો હતો. હવે આ ઘટનામાં આગળ શું કાર્યવાહી થાય છે તે તરફ તાપી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના પત્રકારો મીટ માંડી ને બેઠા છે. તાપી જિલ્લામાં પત્રકારો આપસી ભેદભાવ ભૂલી દરેક ન્યુઝ ચેનલ ન્યુઝ પેપરમાં આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી જે પ્રશંસનીય બાબત કહી શકાય.