તાપી જિલ્લામાં 17 કેન્દ્રોમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાશે

Contact News Publisher

પરીક્ષા કેન્દ્રમાં કેક્યુલેટર, સેલ્યુલર/મોબાઈલ/ઈલેકટ્રોનિકસ ગેઝેટસ લઈ જવાની મનાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.07/03/2021ના રોજ યોજાનાર (જીપીએસસી) રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા માટે વ્યારા ખાતે 17 કેંદ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરની પાસે, વ્યારા (યુનિટ-1) 2. જે.બી.એન્ડ એસ.એ. સાર્વજનિક હાઈસ્કુલ ટાવરની પાસે, વ્યારા (યુનિટ-2) 3. એમ.પી પટેલ અને પી.સી.શાહ ઉ.મા. શાળા, કાકરાપાર બાયપાસ રોડ, વ્યારા 4. શ્રીમતિ ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા, ટાવર રોડ 5. શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ માધ્યમિક શાળા, ટાવર રોડ 6. શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ માધ્યમિક શાળા, ટાવર રોડ 7. શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ (યુનિટ-1) 8. શ્રીમતિ કે.કે.કદમ કન્યા વિદ્યાલય, ટાવર રોડ (યુનિટ-2) 9. દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, હાઈવે નં-6ની બાજુમાં, ધુલિયારોડ, વ્યારા 10. શ્રી આર.પી.ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી, ધુલિયા રોડ, વ્યારા (યુનિટ-1) 11. શ્રી આર.પી. ચૌહાણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પનિયારી, ધુલિયા રોડ, વ્યારા (યુનિટ-2) 12. વિદ્યા ગુર્જરી મા.શાળા, કારપેટઘર, પનિયારી, વ્યારા 13. શ્રી આર.વી. પટેલ ઉ.મા. શાળા, બાજીપુરા, વાલોડ 14. શ્રી સ.ગો. હાઈસ્કુલ, વાલોડ (યુનિટ-1) 15. શ્રી સ.ગો. હાઈસ્કુલ, વાલોડ (યુનિટ-2) 16. બી.ટી. & કે.એલ. ઝવેરી સાર્વ.હાઈ. બુહારી, વાલોડ (યુનિટ-1) 17. બી.ટી. & કે.એલ. ઝવેરી સાર્વ.હાઈ. બુહારી, વાલોડ (યુનિટ-2) કેન્દ્રો નિયત કરાયા છે.
વધુમાં પરીક્ષાર્થીઓએ ધ્યાન રાખવા બાબત છે કે, પરીક્ષા કેન્દ્રો ખાતે કેક્યુલેટર, સેલ્યુલર/મોબાઈલ/ ઈલેકટ્રોનિકસ ગેઝેટસ જેવી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે. પરીક્ષામાં ઉપસ્થિત થનાર પરીક્ષાર્થીઓએ ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર/હાજરી પત્રક અવશ્ય સાથે લાવવાના રહેશે. જો પ્રવેશપત્ર/હાજરી પત્રક ન હોય તેવા ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહી. ૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other