માંગરોળ તાલુકાની 5 જિલ્લા અને 24 તાલુકા પંચાયત માટે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 65 ટકા મતદાન થયું

Contact News Publisher

ઝંખવાવ ખાતે એક EVM ખોટકાઈ જવાનો બનાવ બન્યો હતો.

માંગરોળ સ્ટ્રોંગ રૂમ ખાતે અનામત રખાયેલા EVM મશીનો લાવવામાં આવતાં કોંગી ઉમેદવારે ,દર્શનભાઈ નાયક મારફતે જિલ્લા ચૂંટણી અધિકારીને રજુઆત કરતાં, અન્ય ઇમારતમાં આ EVM મશીનો લઈ જવાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ, માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને ચોવીસ તાલુકા પંચાયત માટે સવારે સાત વાગ્યાથી તાલુકાનાં 161 મતદાન મથકો ઉપર મતદાન શરૂ થઈ ગયું હતું.બોપોરે એક વાગ્યા સુધીમાં સરેરાશ 39.30 ટકા મતદાન થયું હતું.જો કે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આ ટકા વાળી વધીને 65 ટકા ઉપર પોહચી હતી.તાલુકાના ઝંખવાવ ખાતે પ્રાથમિક શાળામાં આવેલા બુથ નંબર બે ઉપર બે વાગ્યે જિલ્લા પંચાયતનું EVM ખોટકાતા મતદાનની કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી.અને નવું મશીન ઇન્સ્ટોલ કરી મતદાનની કામગીરી પુનઃ શરૂ કરી દેવામાં આવી હતી.સાંજે પાંચેક વાગ્યાની આસપાસ તાલુકા મથક માંગરોળ ખાતે ઉભા કરાયેલા EVM સ્ટ્રોંગ રૂમ ખાતે એક મારૂતિવેનમાં અનામત રાખવામાં આવેલાં EVM મશીનો લાવવામાં આવતાં કોંગ્રેસના ઉમેદવારે આ પ્રશ્ને પોતાનો વિરોધ નોંધાવી ફરજ પરનાં અધિકારીને મૌખિકમાં રજુઆત કરી કે આ મશીન સ્ટ્રોંગ રૂમમાં નહિ રાખવામાં આવે, ત્યારબાદ આ અંગે નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠક નાં ઉમેદવાર દર્શનભાઈ નાયકને કરવામાં આવતાં, એમણે આ પ્રશ્ને જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ કરતાં આખરે આ મારૂતિ વેનમાં આવેલા અનામત EVM મશીનો અન્ય સરકારી ઇમારતના રૂમમાં લઇ જવામાં આવ્યા હતા.
રિપોર્ટર:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other