માંગરોળ તાલુકાની કોસંબા શાળામાં ફરજ બજાવતાં શિક્ષક કપલને કોરોનાં પોઝીટીવ આવતાં, પહેલી માર્ચ સુધી શાળા બંધ : અન્ય શિક્ષકોને કોરોનાં ટેસ્ટ કરાવી લેવા શિક્ષણ વિભાગનો આદેશ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના કોસંબા ખાતે સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત અપર પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં ધોરણ 6 થી 8 નાં ત્રણ ત્રણ વર્ગો ચાલે છે.આ શાળામાં ફરજ બજાવતાં એક કપલને કોરોનાં પોઝીટીવ આવતાં, આ શાળા તારીખ પહેલી માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે. આ શાળામાં 260 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે અન્ય શિક્ષકોને કોરોના ટેસ્ટ કરાવી લેવા શિક્ષણ વિભાગે આદેશ આપ્યા છે, જો કે અન્ય શિક્ષકોએ શાળામાં ફરજ પર હાજર રહેવું પડશે. માંગરોળ, ચૂંટણી વિભાગે પણ આ કપલને ચૂંટણી ફરજમાંથી મુક્ત કર્યા છે. અને અન્ય સ્ટાફની એમનાં સ્થાને નિમણુંક કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનનાર શિક્ષક કપલે હવે 14 દિવસ સુધી હોમકોરોન્ટાઇન રહેવા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જો કે આ બનાવથી આ વિસ્તારનાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ બનાવની છેક ગાંધીનગર સુધી શિક્ષણ સચિવને પણ જાણ કરી દેવામાં આવી છે.