તાપી જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબશ્રી પોલીસ અધિક્ષક જી.તાપીનાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્રારા અનલોક જાહેર કરવામાં આવેલ છે. જે અર્થે તાપી જિલ્લાના નાસતા – ફરતા આરોપીઓ તેમજ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટેની સુચના આપેલ હોય જે અનુસંધાને ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇ તથા અ.હે.કો. અનિલભાઇ રામચંદ્રભાઇ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ સાથે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ધીરજ હોસ્પીટલ પાસે આવતા સાથેના અ.હે.કો. લેબજીભાઇ પરબતભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે , સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં -૧૧૮૨૪૦૦૪૨૦૦૮૪૮/૨૦૨૦ પ્રોહિ કલમ ૬૫ એ.એ , ૮૧ મુજબના ગુના કામે વોન્ટેડ આરોપી વિપુલ ઉર્ફે વિકાલ વિનોદભાઇ ગાવીત રહે , લક્કકોટ દેવલીખાંચ ફળીયું તા.નવાપુર જિ નંદુરબાર ( મહારાષ્ટ્ર ) નો મોજ સોનગઢ ઓટા ચાર રસ્તા બ્રિજ નિચે ઉભો છે. જેણે શરીરે સ્કાય કલરનું ફુલવાળું હાફ બાયનું શર્ટ તથા આછા ગ્રીન કલરનો પેન્ટ પહેરેલ છે. તેવી બાતમી આધારે બાતમી હકિકતવાળી જગ્યાએ જતાં બાતમી મુજબનો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને સદર ઇસમનાં નામઠામની ખાત્રી કરી તેને સોનગઢ પો.સ્ટે ગુ.ર.નં ૧૧૮૨૪૦૦૪૨૦૦૮૪૮/૨૦૨૦ પ્રોહિ કલમ ૬૫ એ.એ , ૮૧ મુજબ ગુના સંબંધે પુછતાં તેણે સદર ગુનાની કબુલાત કરેલ હોય અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી સદર આરોપીની મેડીકલ તપાસણી કરાવવા માટે તથા આગળની કયદેસરની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.
આમ ઉપરોકત ગુનાના કામનાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં શ્રી ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપીનાઓને તથા તેમની ટીમને સફળતા મળેલ છે.