આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી પોલીસ દ્વારા આંતરરાજ્ય બોર્ડર ઉપર 14 નાકા બનાવી સઘન ચેકીંગ કરાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપીની સુચના અને માર્ગદર્શનથી આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી -૨૦૨૧ ને ધ્યાને રાખીને અત્રેના તાપી જીલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાંથી તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાં પ્રવેશતા અસામાજીક તત્વો દ્વારા મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સારૂ તેમજ તાપી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે સારૂ સોનગઢ પો.સ્ટે . વિસ્તાર હદમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ગામોમાં તથા અંતરીયાળ વિસ્તારોમાં કુલ- ૧૪ નાકા પોઈન્ટ તેમજ બેકઅપ પોઈન્ટ ચાલુ કરવામાં આવેલ છે, જે નાકા પોઈન્ટ તેમજ બેકઅપ પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ કુલ્લે ૨૮, હોમગાર્ડ સભ્યો કુલ્લે -૩૬ , જી.આર.ડી. સભ્યો કુલ્લે- ૬૮, ટી.આર.બી. જવાનો કુલ્લે- ૮ની ટીમો બનાવી દિવસ – રાત સઘન વાહન ચેકીંગ ચાલુ કરવામાં આવેલ છે.