અમદાવાદ થી મુંબઈ વચ્ચેના ફેટ કોરિડોરની કામગીરીના પગલે ખાડીનું પાણી અવરોધાતાં માંગરોળ, તાલુકાનાં સિયાલજ સહિત ત્રણ ગામોનાં ખેડૂતો હેરાન-પરેશાન : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનાં મૂડમાં ખેડૂતો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અમદાવાદ થી મુંબઈ વચ્ચેના ફેટ કોરિડોરની કામગીરી ના પગલે કીમ ખાડીનું પાણી અવરોધાતાં માંગરોળ, તાલુકાનાં સિયાલજ સહિત ત્રણ ગામોનાં ખેડૂતો હેરાન-પરેશાન, થઈ ગયા છે.આખરે કંટાળીને ખેડૂતો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો તખ્તો ગોઠવી રહ્યા છે.ઉપરોક્ત ફેટ કોરિડોર ની કામગીરીને પગલે કામગીરી કરનાર એજન્સીના માણસોએ કીમ ખાડીનું કીમ નદીમાં જતું બ્લોક કરી દેવામાં આવતાં નદીનું પાણી વારંવાર છલ કાઈને સિયાલજ,પીલુંઠા અને કોસંબા ગામનાં ખેડૂતોનાં ખેતરોમાં ઘૂસી જતાં ઉભા પાકોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે.સાથે જ સિયાલજ નજીક આવે લો લો-લેવલ બ્રિજ ઉપર પણ પાણી ફળી વળે છે. જેથી ખેતરોમાં જવા માટેનો માર્ગ બંધ થઈ જતાં ઉપરોક્ત ત્રણ ગામ નાં ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.થોડા સમય અગાઉ પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો.સ્થાનિક ખેડૂત આગેવાન અંદાજ ઈબ્રાહીમ શેખ જણાવે છે કે ડીએફસીસી નાં લીધે અગવડ ઉભી થવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ઉપરોક્ત જે કામ ચાલી રહ્યું છે.એને પગલે આ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.આખરે આવનારી સ્થાનિક સ્વરા જ્યની ચૂંટણીનો સામુહિક બહિષ્કાર કરવાનો તખ્તો ખેડૂતોગોઠવી રહ્યા છે.