માંગરોળનાં કોસંબાની K. M. ચોકસી જવેલર્સમાં ચોરીનો દશ વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા LCB ટીમે વાસદ ખાતેથી ઝડપી લીધો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે આવેલી કે.એમ. ચોકસી જવેલર્સમાં આજથી દશ વર્ષ પહેલાં લૂંટ થઈ હતી.આ લૂંટનો આરોપી મુકેશભાઈ ઉર્ફે વિશાલ રત્ના બારીયા,ઉંમર આશરે ૩૮, મૂળ રહેવાસી જાંબુવા, એમ.પી. દશ વર્ષથી વોન્ટેડ હતો. આ આરોપી વાસદ, જી.આણંદ ખાતે રેલવે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરે છે.એવી બાતમી સુરત જિલ્લા LCB ટીમને મળતાં આ દિશામાં ચોક્કસ વર્ક કરી LCB ટીમે બાતમી વાળા સ્થળે રેડ કરતા આ આરોપી ઝડપા ઇ જવા પામ્યો હતો.એની પાસેથી ચારસો રૂપિયા રોકડા અને એક મોબાઈલ મળી આવ્યા હતા.જે પોલીસ ટીમે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી માં PI બી.કે.ખાચર,PSI પી.સી.સરવૈયા, અરવિંદ ભાઈ બુધિયા, કાર્તિકગીરી ચેતનગીરી, વિક્રમ ભાઈ સંગ્રામભાઈ,દિપકભાઇ અનિલભાઈ, રાજદીપ મનસુખ, દિનેશ મોતિયા, કેતન મનુ વગેરે ટીમમાં જોડાયા હતા.