માંગરોળ-ઉમરપાડા તાલુકા સહિત સુરત જિલ્લાના BRC-CRCની એક દિવસીય ચિંતન શિબિરસચિન ખાતે યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગતમાંગરોળ-ઉમરપાડા તાલુકા સહિત સુરત જિલ્લાના તમામ BRC-CRC કો- ઓર્ડીનેટરોની એક દિવસીય વિશેષ ચિંતન શિબિર સરોજબેન નાયક, સાંસ્કૃતિક હોલ, એલ.ડી. હાઇસ્કૂલ, સચીન ખાતે સુરત જિલ્લા પ્રાથ મિક શિક્ષણાધિકારી ડો.દિપકભાઈ આર. દરજીના અધ્યક્ષસ્થાને યોજાવામાં આવી હતી.આ ચિંતન શિબિરમાં DEO કચેરીના નિરિક્ષક, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, સ્થાનિક સંસ્થાના ટ્રસ્ટી,SSAM નો સ્ટાફગણ તથા જિલ્લાના તમામ CRC-BRC કો-ઓર્ડીનેટરો ઉપસ્થિત રહ્યા હતા.સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે કાર્યક્રમનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે કોરોના મહામારી, શહેરીકરણ, બાળમજૂરી વગેરે જેવા અનેક કારણોસર સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટી છે તે અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આપણે આત્મ વિશ્વાસ કેળવીશુ તો પુનઃ સરકારી શાળાઓની કરવટ જરૂર બદલાશે.સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપકભાઈ દરજીએ સૌને માર્ગદર્શિત કરતા જણા. વ્યું હતું કે આપણે શાળા ઉત્થાનનો એક ગોલ નક્કી કરીએ, દરેક બાળક આપણું જ છે એવી માનસિકતા કેળવી પ્રભુને ઓળખી કામ કરીએ. વન મિશન-વન વિઝન સાથે ખભેખભા મિલાવી શ્રેષ્ઠ કામગીરી બજા વીએ. તેમણે ઉમેર્યું હતું કે નિરીક્ષણનું કાર્ય બહુ મોટું છે તેના માટે આત્માને જગાડવો પડશે. પહેલા દરેક કાર્ય આપણે સક્ષમ બની અનુસરીએ પછી બીજાને અનુસ રવા કહીએ.ચોર્યાસી તાલુકા પ્રાથમિક શિક્ષણા ધિકારી સહારભાઈ દેસાઈ તથા માજી સરપંચ પરવેઝ બાવાજી એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સભાના અંતિમ સેશનમાં એસ.એસ.એ.એમ.ની વિવિધ શાખા ના કો-ઓર્ડીનેટરો દ્વારા વિભાગ વાર એજન્ડાની સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી. અંતમાં આભાર વિધિ ડિસ્ટ્રિક્ટ MIS ધર્મેશ મેવાડાએ આટોપી હતી.