તાપી જીલ્લાના સોનગઢ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): શ્રીમતિ સુજાતા મજમુદાર સાહેબ શ્રી પોલીસ અધિક્ષક જી. તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારૂ કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ અ.હે.કો. સ્નેહલભાઇ ગોવિંદભાઇ તથા અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ તથા અ.હે.કો. સંજયભાઇ ચિમનભાઇ તથા અ.પો.કો. કશ્યપભાઇ અમરસિંહભાઇ ખાનગી વાહનોમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે વખતે ફરતાં – ફરતાં મોજે વ્યારા જનરલ હોસ્પિટલ પાસે આવતાં સાથેનાં અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉચ્છલ પો.સ્ટે . II ગુ.ર.નં. ૫૪/૨૦૧૮ ૬૫ ઈ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ “ સી ” ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૦૦૭૯૪/ ૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ, ૮૧ , ૯૮ ( ર ) મુજબના ગુનાનો વોન્ટેડ આરોપી નામે અલ્પેશભાઇ ઉર્ફે નયન ઉર્ફે નયલો રાજુભાઈ રાઠોડ ઉ.વ .૨૮ મુળ રહે. તેન ગામ ગૌચર ફળીયું તા.બારડોલી જી . સુરત હાલ રહે. બારડોલી કાન ફળીયું તા.બારડોલી જી.સુરત મોજે વ્યારા મિશન નાકા પાસે ઉભો છે, શરીરે કેસરી કલરનું હાફ બાયનુ ટી શર્ટ તથા ગ્રે કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. અને મોઢા પર કાળા કલરનું માસ્ક પહેરેલ છે. જેવી બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ જતાં બાતમી મુજબનાં વર્ણન વાળા ઇસમ મળી આવતા કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભા રાખવામાં આવેલ અને સદર ઇસમને ઉચ્છલ પો.સ્ટે . II ગુ.ર.નં. ૫૪/૨૦૧૮ ૬૫ , ૮૧ , ૯૮ ૨ ) મુજબ તથા સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ “ સી ” ગુ.ર.નં .૧૧૮૨૪૦૦૪ ૨૦૦૭૯૪/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ એએ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના ગુના બાબતે પુછતાં તેણે ગુનાઓની કબુલાત કરેલ અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ મેડીકલ કરાવવા તજવીજ કરી આગળની વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ.
આમ ઉપરોકત ગુનાના કામે શ્રી ડી.એસ. લાડ ઇન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.