આજે તાલુકા મથક માંગરોળ સહિત તાલુકાનાં ગામોમાં ડોર ટુ ડોર પોલીયોની રસી બાકી રહેલાં ૨૬૭૨ બાળકોને રસી પીવડાવવાની કામગીરી શરૂ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં આંઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એક અર્બન હેલ્થ સેન્ટર મળી કુલ ૧૬૩ પોલીયોના બુથો ઉપરથી તારીખ ૩૧ મી જાન્યુઆરીનાં રોજ તાલુકા મથક માંગરોળ સહિત તાલુકાનાં ૧૬૩ પોલીયોના બુથો ઉપર તાલુકાના 0 થી ૫ વર્ષનાં ૨૪,૫૭૩ બાળકોને પોલીયો ની રસી પીવડાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.જેમાં ૨૧,૯૦૧ બાળકોને રસી પીવડાવવામાં આવી હતી. અને ૨૬૭૨ બાળકો રહી ગયા હતા.આ બાળકોને પોલીયાની રસી પીવડાવવા માટે ડોર ટુ ડોર આજે તારીખ ૧ અને ૨ ફેબ્રુઆરીનાં આરોગ્ય ટીમો રસી પીવડાવા ફરી રહી છે. આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડોકટર આર.પી.શાહી તરફથી આ અંગે સુંદર આયોજન કરવામાં આવ્યું છે.