પોલીસની માનવીય અભિગમ ધરાવતી પ્રશંશનીય કામગીરી તાપી DSP સુજાતા મજમુદાર તથા વ્યારા DYSP માવાણીની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉકિત સાર્થક કરતી ઉકાઈ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગઈ તા :  ૨૮/૦૧/૨૦૨૧ ના રોજ અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં અન્ય રાજયોમાંથી કોલસા ભરી થર્મલ પાવર સ્ટેશનમાં ખાલી કરવા આવતી એક કોલસાની ટ્રેનમાંથી એક અસ્થિર મગજનો ઈસમ મળી આવેલ હોવાની હકિકત થર્મલ પાવર સ્ટેશન ના CISF ના જવાનો દ્રારા મળતા ઉકાઈ પો.સ્ટે.ના પો.સ.ઈ. પી.વી. ધનશાએ ઉકાઈ પો.સ્ટે . માં ફરજ બજાવતા અ.હે.કો. સંજયભાઈ જમસાભાઈ બ.નં- ૬૫૩ તથા પો.કો. અરૂણભાઈ ફુલસીંગભાઈ બ.નં- ૩૮૯ તેમજ બીજા પોલીસ કર્મચારીઓને સ્થળ ઉપર મોકલતા આ અસ્થિર મગજનો ઈસમ હતપ્રત ને ભુખ્યો તરસ્યો હોય જેઓને હે.કો.સંજયભાઈ તથા પો.કો. અરૂણભાઈએ જમાડીને પ્રેમથી પુછ – પરછ. કરતા તેઓ રાજસ્થાની દેહાતી ભાષા બોલતો હોય, જેથી દુભાષિયની મદદ લઈ તે ફકત પોતાના ગામનું નામ નિમલી બ્રાહમણા જાણતો હોય જેથી સદર હે.કો. / પો.કો.એ ખંતપુર્વક રાજસ્થાનમાં તે ગામનું નામ આધારે જીલ્લો અને તાલુકો સર્ચ કરી આ ગામ રોહત પોલીસ સ્ટેશન ( રાજસ્થાન ) ના હદ વિસ્તારમાં આવતું હોય જેથી ત્યાં વાતચીત કરી સદર ઈસમનો ફોટો વોટસએપ મારફતે મોકલી તે અસ્થિર મગજના યુવકના ગુમની જાણ તેના વાલી વારસ ને કરતા તા : ૨૯/૦૧/૨૦૨૧ ના રોજ સાંજના સમયે તેના પિતા તથા સબંધીઓ આવતા આ યુવકને સહી સલામત તેઓને સોપતા યુવકના પિતા તેમજ સબંધીઓ ગદગદ થઈ હાથ જોડી પોલીસનો આભાર માનેલ.

આમ ઉકાઈ પોલીસ સ્ટેશન દ્વારા માનવીય સંવેદનાથી ભરપુર પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other