પોલીયો નાબુદ ઝુંબેશને લઈને ડાંગ જિલ્લામાં ૦ થી ૫ વર્ષના બાળકોનું રસીકરણ કરાયું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાજ્યમાં પોલિયો રસીકરણ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે પોલિયો રવિવાર ને લઈને ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર પોલીયો ના બુથો ઉભા કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લામાં પણ લોકોએ તેમના ૦ થી ૫ વર્ષ ના બાળકને વહેલી સવારથી જ નજીક ના પોલિયો બુથ પર લઈ જઈ પોલીયો ના બે ટીપા પીવડાવ્યા હતાં. ડાંગ જિલ્લામાં માં અલગ અલગ સ્થળો એ વિભાગ ના કર્મીઓ દ્વારા નાના ભુલકાઓને રસી આપી સરકારના પોલિયો મુક્ત ભારત અભિયાન ના સહભાગી બન્યા હતા. જયારે આ અભિયાનમાં સરકારની કોવિડ ૧૯ ગાઇડલાઇન મુજબ પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રસીકરણ અભિયાનમાં આરોગ્ય વિભાગ ના કર્મીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહીને ભુલકાઓને પોલીયો ના બે ટીપા પીવડાવ્યા હતાં.