ડોલવણ પોલીસ સ્ટેશનની હદમાંથી ફેબ્રુઆરી ૨૦૨૦માં નાળિયેરની આડમાં નાશીકથી ભાવનગર દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને આગિયાર મહિના બાદ નાશીક ખાતેથી ઝડપી પાડી અન્ય ૧૦ ગુન્હાઓની કબુલાત કરાવતી લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક શ્રી , જી.તાપી નાઓએ તાપી જીલ્લામાંથી પ્રોહીબિશન ગુન્હાઓમાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કામગીરીને પ્રાથમિકતા આપેલ હતી. શ્રી ડી.એસ. લાડ I/C પોલીસ ઈન્સપેકટર લોકલ ક્રાઈમ બ્રાંચ જી.તાપી નાઓ ડોલવણ પો . સ્ટે . પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૬૨૦૦૦૬૭/૨૦૨૦ પ્રોહી એકટ કલમ ૬૫ એ , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબના કામે ગઈ તા .૧૦/૮/૨૨૦૨૦ ના રોજ આરોપી કમલેશ રામપ્યારે યાદવ રહે . લહરપાર બંશી જપતી માફી તા.ગોઢનપુર જી.આજમગઢ ઉત્તર પ્રદેશ નાઓને દારૂનો જથ્થો બાટલીઓ નંગ -૪૮૪૮ જેની કુલ કી.રૂ. ૧૯,૯૨,૦૦૦ / – ના મુદામાલ સાથે પકડાઈ ગયેલ, જે ગુન્હાની તપાસ દરમ્યાન પ્રોહીબિશન જથ્થો ભરાવી આપનાર ગોવિંદભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી જેનું નામ વિનોદ રાજમની યાદવ રહે. નાશીક  હોવાનું જણાઈ આવેલ હતું.

ગઈ તા. ૨૮ / ૦૧ / ૨૦૨૧ ના રોજ શ્રી ડી.એસ. લાડ  પોલીસ ઈન્સપેકટર લોકલ કાઈમ બ્રાંચ જી.તાપી તથા અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ તથા આ.પો.કો. રાજેશભાઈ જલીયાભાઈ તથા આ.પો.કો. તેજશભાઈ તુલશીરાવ તથા અ.હે.કો. અનિલભાઈ રામચન્દ્ર તથા ડ્રા.પો.કો. સુનિલભાઈ ખુશાલભાઈ ઉપરોક્ત આરોપીની ધરપકડ કરવા સારૂ કવાયત હાથ ધરતા મજકુર આરોપીને સ્થાનિક ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરી નાસિક ખાતેથી પકડી પાડી વ્યારા ખાતે લઈ આવેલ હતા.

મજકુર આરોપી વિનોદભાઈ ઉર્ફે ગોવિંદ રાજમનીભાઈ યાદવ ઉ.વ .૨૯ હાલ રહે . ૨૦૫ શુકન રો – હાઉસ નવલેમાલા પાથર્ટી ફાટા , નાસિક શહેર મુળ રહે , નીમા ગામ પોસ્ટ બિનૈકા થાના આસપુર દેવસરા તા.પદી જી.પ્રતાપગઢ ( ઉત્તરપ્રદેશ ) નો કોરોના વાઈરસ અગેનો રિપોર્ટ નેગેટીવ આવતા તા. ૨૯/ ૦૧/૨૦૨૧ કલાક ૧/૧૫ વાગ્યે અટક કરી નામદાર ડોલવણ કોર્ટમાં રજુ કરી તા. ૦૩ / ૦૨ / ૨૦૨૧ સુધી દિન -૦૫ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે.

આરોપીની સઘન પુછપરછ કરતા આરોપીએ સુરત ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ પુર્વ ગાંધીધામ, મોરબી, કચ્છ પર્વ. આણંદ જીલ્લો તેમજ તાપી જીલ્લાના એમ કુલ ૧૧ ગુન્હાઓની કબુલાત કરેલ છે.

આમ શ્રી ડી.એસ. લાડ ic પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જી.તાપી તથા સ્ટાફની ટીમને દારૂના ગુન્હાના વોન્ટેડ આરોપીને અગિયાર મહિના બાદ નાશીકથી ઝડપી પાડી સઘન પુછપરછ દરમ્યાન અન્ય ૧૧ ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા , મોટા પાયે દારૂની સપ્લાય કરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other