વ્યારાનાં કાનપુરા, રામનગર સોસાયટીનાં રહીશોનો ધરવેરાનો પ્રશ્ન ઉકેલાયો 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કાનપુરા, કુભારવાડ રામનગર સોસાયટીના રહીશોએ વર્ષ ૨૦૧૯ સુધી ગ્રામ પંચાયતમાં ઘરવેરો ભરતા આવેલા છે . તેમ છતા રામનગર સોસાયટીના રહીશો પાસે છેલ્લા ૧૦ વર્ષનો વેરો નગરપાલિકા દ્વારા માંગવામાં આવી રહયો હતો. રામનગરના રહીશોએ નગરપાલિકાના સત્તાધિકારીઓ પદાધિકારીઓ તેમજ લાગતા વળગતા સરકારશ્રીનાં અધિકારીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો ન હતો. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ RTI માં માહિતી માંગતા નગરપાલિકા વ્યારાએ તા. ૨૨/૦૭/૨૦૧૯ નાં પત્રથી તાલુકા વિકાસ અધિકારીશ્રીને અને તા. 23/07/2019 નાં પત્રથી તલાટી કમ મંત્રીશ્રી કાનપુરાને તમામ રેકોર્ડ જમા કરાવવા તથા હવે પછી કોઈ પણ પ્રકારનો ટેક્ષ વસુલવામાં ન આવે એમ જણાવેલ છે. RTI માં મળેલ આ માહિતીના આધારે કાનપુરાના આગેવાન અને સામાજિક કાર્યકરશ્રી એડવોકેડ અજયસિંહ રાજપૂત તેમજ રામનગરનાં રહીશો સાથે ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, વ્યારાને રજૂઆત કરતા ઘરવેરો ભરવા અંગેનો ઉકેલ આવેલ છે. ચીફ ઓફિસરશ્રીએ તમામને સાંભળીને તાત્કાલિક નગરપાલિકામાં બાકી વેરો ભરી દેવાની સુચના રાપતા વિસ્તારના રહીશો આનંદ અનુભવ્યો હતો અને ચીફ ઓફિસરશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other