તાપી : ચાકધરા ખાતે જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વનસ્પતિ પરિચય શિબિર યોજાયો
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાપી જિલ્લામાં ચાકધરા ગામે બે દિવસનો વનસ્પતિ પરિચય શિબિર યોજાઈ ગયો.
તાપી જીલ્લામાં આવેલ જંગલ વિસ્તાર એવા ચાકધરા ગામ ગ્રામીણ વિકાસને લઈને કામગીરીની હરણફાળ ભરી રહયું છે . જે અંતર્ગત તા . ૨૩ અને ૨૪ મીનાં રોજ જનજીવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસનો વનસ્પતિ પરિચય શિબિર યોજાયો હતો . ધનવંતરી આરોગ્ય મંડળનાં ૩ પ ભાઈ બહેનોએ આ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . જંગલ વિસ્તારમાં મળતી વિવિધ દુર્લભ અને અલભ્ય તેમજ આરોગ્ય વર્ધક ઔષધીઓનો પરિચય કેળવાય તે માટે જંગલ વિસ્તારમાં ફરીને જાગૃતિનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું . ઔષધીય જ્ઞાન તેના વિષેની જાણકારી – ઉપયોગીતા અનેઆ ઔષધી દ્વારા સ્થાનિય વિસ્તારના લોકોને આવકમાં શું ફાયદો થઈ શકે છે , કેવી રીતે લોકોમાં રોજગારનું નિર્માણ કરી શકાય તેની વિસ્તૃત માહિતી આ શિબિરમાં આપવામાં આવી હતી . જેમાં સ્થાનિક ગ્રામીણ લોકો એ પણ ભાગી લીધો હતો.
આ શિબિરમાં શ્રી ડૉ . નાકરાણી સાહેબ , શ્રી બાપુભાઈ કોંકણી અને વલ્લભભાઈ ડાભી દ્વારા ખૂબજ સુંદર રીતે આ શિબિરનું સંચાલન કર્યું હતું . પા પા પગલી ભરતું જનજીવન એજયુકેશન અને ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની કામગીરી ખરેખર સ્થાનિય લોકોને પ્રોત્સાહિત કરનારી છે .