સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણીમાં માંગરોળ બેઠક ઉપર દિલીપસિંહ રાઠોડનો 4 મતે થયેલો વિજય:માંગરોળમાં ફટાકડા ફોડી વિજયને વધાવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગત તારીખ ૨૮ મી જાન્યુઆરીનાં રોજ સુરત ડિસ્ટ્રીકટ બેંકની ૧૩ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ ૧૩ બેઠકોમાં માંગરોળ તાલુકાની બેઠકનો પણ સમાવેશ થાય છે.તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સુરત ડિસ્ટ્રીકટ બેંકની શાખામાં મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે. અને ૧૦૦ ટકા મતદાન થયું હતું.આજે તારીખ ૩૦ મી જાન્યુઆરીનાં વહેલી સવારથી જ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવતાં માંગરોળ બેઠક ઉપર વર્તમાન ડિરેકટર દિલીપસિંહ રાઠોડને ૨૧ મતો અને હરીફ ઉમેદવાર કિશોરસિંહ કોસાડાને ૧૭ મતો મળતાં દિલીપસિંહ રાઠોડનો ૪ મતે વિજય થયો હતો.આ વિજયના સમાચાર માંગરોળ ખાતે આવતાં માંગરોળમાં વિજયની ખુશાલીમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા.માંગરોળ તાલુકાનાં નોગમાં ગામની દૂધ મંડળીનાં પ્રમુખ,અને સુરત યુવા ભાજપનાં મહામંત્રી ભરતભાઈ પટેલ કે જેમણે સુમુલની ચૂંટણીમાં પણ માનસિંહ પટેલનાં ચૂંટણી એજન્ટ તરીકે સેવા આપી હતી એમણે જ દિલીપ સિંહ રાઠોડ તરફે ચૂંટણી એજન્ટ તરીકેની સુંદર કામગીરી કરી હતી.