માંગરોળ તાલુકાનાં બોરીયા સહિતનાં અનેક ગામોનાં કાકરાપાર-ઉકાઈ ઉદવહન પાઈપ લાઈન યોજનાનું સિંચાઈનું પાણી આવતાં ખેડૂતોએ શ્રીફળ વધેરી કર્યા વધામણાં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : થોડા સમય અગાઉ માંગરોળ અને માંડવી તાલુકાનાં કેટલાંક ગામોનાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકાર તરફથી કરોડો રૂપિયાના ખર્ચે કાકરાપાર-ઉકાઈ ઉદવહન પાઈપ લાઈન સિંચાઈ યોજનાં ઉભી કરી, યોજનામાં સમાવિષ્ટ ગામોનાં ખેડૂતોને પાણી આપવાનું શરૂ કારવામાં આવ્યું છે. જેનાં ભાગ રૂપે આજે માંગરોળ તાલુકાનાં વાંકલ, બોરીયા ધોળીકુઈ, નાનીફળી સહિતનાં ગામોનાં ખેડૂતોનાં ખેતરમાં સિંચાઇ નાં પાણી આવી પોહચતાં ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી હતી. ખેડૂતોએ શ્રીફળ વધેરી પાણીનાં વધામણાં કર્યા હતા. હવે આ યોજનાં થકી ખેડૂતો વર્ષમાં ત્રણ વાર પાકો લઈ આર્થિક રીતે વધુ સધ્ધર બનશે. આ વિસ્તાર ના ખેડૂતોએ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાનો આ યોજનાં સાકાર કરાવવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.