14 મુદ્દાઓનો નિવેડો નહિ આવતા સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા કલેક્ટરને આવેદન પત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): એક વર્ષ અગાઉ રાજ્ય સરકાર દ્વારા મૌખિક આશ્વાસન આપ્યા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહિ થતાં આજરોજ માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના માજી સૈનિકો અને વીર નારીઓનાં 14 મુદ્દા અંગેનાં પડતર પ્રશ્નોનાં નિરાકરણ લાવવા તાપી જીલ્લા કલેક્ટરને આજરોજ આવેદન પત્ર સુપ્રત કર્યુ હતું.
માજી સૈનિકને ગુજરાત રાજય માજી સૈનિક સંગઠને નીચે મુજબના ૧૪ મુદ્દાની માંગણી રાજય સરકારમાં કરેલ છે.
* ગુજરાત સરકારી સેવામાં પાંચ વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબુદ કરવામાં આવે કારણે કે તેમનો આવી નોકરી નો સમયગાળો તેઓની ઉંમર વધુ હોવાથી ખુબજ ઓછો રહેતો હોઇ તેઓને ફિક્સ પગાર પ્રથાની નોકરીમાંજ લગભગ સેવાકાળ પૂર્ણ થઇ જતો હોય છે . જેથી પરિવારનું જીવન નિર્વાહ કરવામાં નાણાંકિય કટોકટી વંઠવી પડે છે.
* ગુજરાત રાજય સરકારીશ્રીમાં વર્ગ -૧ થી વર્ગ -૪ સુધીની નિમણુંક વખત માજી સૈનિકોને અપાતી નિયમ અનુસાર અનામતનો ચુસ્તપણે અમલ કરવામાં આવે અને તેઓની અનામતમાં મેરીટ ધ્યાને લીધા વગર ફકત માજી સૈનિકને જ નિમણુંક આપવામાં આવે.
* માજી સૈનિકની અગાઉ સેનાની નોકરીનો સમયગાળો ગુજરાત રાજય સરકારશ્રીના પુનઃ નોકરીમાં સળંગ ગણવામાં આવે અને પગાર રક્ષણ આપવામાં આવે.
* એક સૈનિક પોતાની સૈનિક તરીકેની ફરજ દરમ્યાન વર્ષો સુધી પોતાના કુટુંબથી દુર રહેતો હોય છે . જયારે તેનો સેવાકાળ પૂર્ણ કરે છે . અને રાજય સરકારમાં તેઓને પુનઃસરકારી નોકરી મળે ત્યારે માજી સૈનિકોને સરકારી નોકરીમાં નિમણુંક / બદલી તેમના હાલ પરિવારની સ્થાપી હેઠાણની જગ્યા પર આપવામાં આવે તેવા ખાસ કિસ્સામાં પરીપત્ર જોગવાઇ કરવામાં આવે જેથી સૈનિકોની સેવા દરમ્યાન હંમેશા પરિવારથી દુર રહેલ દૈનિક પોતાના પરિવાર સાથે રહી શકે.
* રાજય સરકાર તરફથી શહિદના પરિવારને અપાતી આર્થિક સહાયની રકમમાં વધારો કરવામાં આવે . યુદ્ધમાં શહિદ થનાર વીર જવાનનાં પરિવારને રૂા .૧ કરોડ ની ગુજરાત સરકાર તરફથી માંગણી.
* શહિદ સૈનિકના એક પુત્રને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે અને રાજય સરકાર તરફથી પેન્શન આપવામાં આવે.
* માજી સૈનિકોને પરિવારના જીવનિર્વાહ માટે સરકારી જમીન ખેતી કરવા આપવામાં આવે છે . પરંતુ હાલ જેનો અમલ ગુજરાત સરકારમાં થતો નથી જેનો ચુસ્તપણે અમલ થાય તેવો પરીપત્ર જોગવાઇ કરવામાં આવે.
* માજી સૈનિકોને ગુજરાતમાં દારૂની પરમીટ અલગથી નશાબંધી કચેરીથી લેવી પડે છે . જે રદ કરી આર્મીમાંથી આપેલ પરમીટ માન્ય રહે તેવી જોગવાઇ કરવામાં આવે.
* સરકારશ્રી દ્વારા સેવાકીય ફરજો માટે હાલમાં કોન્ટ્રાક પધ્ધતિ અમલમાં છે પરંતુ મોટાભાગના કોન્ટ્રાકટરો દ્વારા આવી સેવાઓમાં નિમણુકં પામેલા માજી સૈનિકોનું શોષણ કરવામાં આવે છે . જેથી આવી પધ્ધતિ નાબુલ કરી સીધાજ સરકાર દ્વારા માજી સૈનિકને નિમણુંક આપવામાં આવે તેવી જોગવાઇ કરવામાં આવે.
* માજી સૈનિકે લીધેલ ગન , બંદુક લાઇસન્સ રીન્યુ કરવા અને નવા ગન લાઇસન્સ લેવા તુરંત કાર્યવાહી થવા ખાસ કિસ્સામાં પરીપત્ર જોગવાઇ કરવામાં આવે જેથી . માજી સૈનિક્ત પરિવારનું જીવનિર્વાહ કરવા સીકયોરીટીની નોકરી મળી છે.
* ઉચ્ચ અભ્યાસ અંગેના પ્રવેશમાં માજી સૈનિકોના પુત્રો / પુત્રીઓને છુટછાટ આપવામાં આવે . માજી સૈનિકના પુત્રો / પુત્રીઓનો સંપૂર્ણ અભ્યાસનો ખર્ચ ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા ઉઠાવવામાં આવે.
* માજી સૈનિકોના કોઇપણ સામાજીક પ્રશ્નોનો ઉકેલ થવા ગુજરાત સરકાર હસ્તકની તમામ કચેરીઓમાં ખાસ કિસ્સામાં અગ્રતા આપી પ્રશ્નોના નિરાકરણ અંગેની તુરંત કાર્યવાહી કરવામાં આવે.
* માજી સૈનિકોને ગુજરાતમાં લેવાતો વ્યવસાયવેરો માફ કરવા જોગવાઇ કરવામાં આવે .
* સમગ્ર ગુજરાતનું ગાંધીનગર ખાતે શહિદ સ્મારક બને અને જેમાં ગુજરાતના માજી સૈનિકો માટે આરાષગ્રહે એવાની હોય તેની વ્યવસ્થા સરકાર દ્વારા થાય.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other