થોડા દિવસ પહેલાં અકસ્માતમાં પંદર શ્રમિકોએ જાન ગુમાવતાં, માંગરોળનાં PSI પરેશ નાયીએ, માંગરોળ તાલુકા ટ્રક એસોસીએશનનાં સદસ્યોની બોલાવેલી બેઠક
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાજેતરમાં માંગરોળ તાલુકાનાં પાલોદ ગામની સીમમાં માર્ગની બાજુમાં સુતેલા શ્રમિકો ઉપર એક હાઈવા ચાલકે હાઈવા ચઢાવી દેતાં આ અકસ્માતમાં પંદર લોકોએ જાન ગુમાવ્યા છે. જયારે ચાર લોકો ગાયલ થયા છે.આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા હતા. આ પ્રકારનાં અકસ્માતો ન બને એને ધ્યાન માં લઈ પોલીસ વિભાગ તરફથી ટ્રક એસોસિએશન સાથે બેઠકો નો ડોર શરૂ કર્યો છે. આજે તારીખ ૨૪ મી જાન્યુઆરીનાં સવારે માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી એ માંગરોળ તાલુકા ટ્રક એસોસિએશનના સદસ્યો ની એક બેઠક માંગરોળ પોલીસ મથક ખાતે બોલાવી હતી.આ બેઠકમાં ચંદુભાઈ વી.વસાવા, મનીષભાઈ ચૌહાણ, ચંદુભાઈ એમ. વસાવા, જશવંતસિંહ રાઠોડ,વેચાણભાઈ વસાવા, મોસાલીના સરપંચ બાબુભાઇ પાંચભાયા વગેરે હાજર રહ્યા હતા.PSI પરેશ એચ.નાયી એ સદસ્યોને જણા વ્યું કે થોડા દિવસ પહેલાં આપણાં તાલુકામાં જ એક ગમખ્વાર અકસ્માત થયો છે.જેમાં પંદર નિર્દોષત શ્રમિક લોકોએ જાન ગુમાવ્યા છે. જેથી તમારી ટ્રકો ઉપર નશો ન કરતાં હોય એવા ચાલકોને નોકરી ઉપર લેવા,વાહનની RC બુક, વિમાના કાગળો અને ચાલકનું લાઇસન્સ સાથે રાખવાનાં રહેશે.પોલીસ તરફથી ટ્રકો સહિતનાં વાહનોની ચેકીંગની કાર્યવાહી ચાલુ જ છે.જે વાહનનાં ચાલક પાસે ઉપરોક્ત કાગળો સાથે ન હશે તો પોલીસ તરફથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે GIPCL નામની કંપની કાર્યરત છે.આ કંપની લીગનાઈટમાંથી વીજળી નું ઉત્પાદન કરે છે.કંપનીની પોતાની માલિકીની ખાણો તાલુકાના ભીલવાડા ગામ નજીક આવેલી છે. જ્યાંથી હાઈવા મારફતે લીગનાઇટ વહન કરી, નાની નરોલી સુધી લાવવામાં આવે છે. આ વહન ચોવીસ કલાક ચાલે છે. જેને ધ્યાનમાં લઈ માંગરોળનાં PSI પરેશ એચ.નાયી એ આ બેઠક બોલાવી સૂચનાઓ આપી હતી.