ડાંગ જિલ્લા પંચાયતની કચેરીના નવીન મકાન બાંધકામને સરકારની મંજૂરી
વન પ્રદેશ ડાંગ જિલ્લાનાં લોકોમાં ખુશીની લહેર
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 23 દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લા નાં મુખ્ય મથક આહવા ખાતે આહવા ખાતે આવેલ જિલ્લા પંચાયત ની કચેરી ખુબ જ જંજરીત અવસ્થામાં હોવાથી રાજ્ય સરકારે નવીનીકરણ નાં મંજુરી ની મોહર મારતા જિલ્લા વાસી ઓમા ખુશી ની લહેર વ્યાપી જવા પામી હતી
ગુજરાત ની ભા.જ.પા ની સરકાર દ્વારા રાજયમાં જિલ્લા તથા તાલુકા પંચાયતોના માળખાને સંગીન બનાવવા માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે. જે અનુસાર જે કચેરીનું મકાન જૂનું અને જર્જરીત હોય અને નવું મકાન બનાવવાનું આવશ્યક હોય તેવી જિલ્લા પંચાયતોને સરકારના પંચાયત વિભાગ દ્વારા અનુદાન આપવામાં આવે છે.
ડાંગ જિલ્લાની આહવા ખાતે આવેલી જિલ્લા પંચાયત કચેરી પણ જર્જરીત અને જુની થઇ જવાથી ત્યાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આથી આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર સમક્ષ રજૂઆત કરેલ હતી. જેના પરિણામે અંદાજપત્ર ૨૦૨૦-૨૧ સીડીપી-૩ યોજના હેઠળ જિલ્લા પંચાયત, ડાંગની કચેરીના નવીન મકાન માટે રૂ.૨૮,૧૩, ર૩, ૦૦૦/- (અંકે રૂપિયા અઠ્ઠાવીસ કરોડ, તેર લાખ, ત્રેવીસ હજાર)ના અનુદાનની રકમને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
આ નવા મકાનમાં અત્યાધુનિક સવલતો હશે જેના લીધે અત્રે કામ કરતા કર્મચારીઓને સુવિધા મળતા તેઓ સારી રીતે કામગીરી બજાવી શકાશે. ડાંગ જેવા અંતરિયાળ આદિવાસી જિલ્લાના લોકોને પણ સુવિધાયુકત કચેરીનો લાભ મળશે.
જિલ્લા પંચાયત ડાંગની નવી કચેરી મંજૂર કરાવવા બદલ ધારાસભ્યશ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દશરથભાઇ પવાર તથા જિલ્લાના ઇન્ચાર્જ શ્રી અશોકભાઇ ધોરાજીયાએ આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા અને પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનો આભાર વ્યકત કરેલ છે. નવા મકાનની જાહેરાતને સ્થાનિક આદિવાસીઅગ્રણીઓએ હરખભેર વધાવી લીધેલ છે. તથા લોકોમાં ખુશી ની લહેર વ્યાપી જવા પામી હતી