તાપી જીલ્લાનાં છ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ કુલ 1 કરોડથી વધુનાં વિદેશી દારુનાં મુદ્દામાલ ઉપર રોલર ફેરવી નાશ કરાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા . ૧૯/૦૧/૨૦૨ ૧ ના રોજ સર કાર શ્રી એ નિયુકત કરેલ સમિતિના સભ્યશ્રી, ( ૧ ) શ્રી , હિતેશ જોષી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વ્યારા પ્રાંત, વ્યારા ( ર ) શ્રી આર. એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક વ્યારા વિભાગ વ્યારા ( 3 ) શ્રી એસ. આર. વસાવા અધિક્ષક નશાબંધી અને આબકારી તાપી જીલ્લા તથા શ્રી એચ. સી. ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર સોનગઢ પોલીસ સ્ટેશન તથા શ્રી એસ. સી. પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વ્યારા પોલીસ સ્ટેશન તથા શ્રી વી. આર. વસાવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાલોડ પોલીસ સ્ટેશન તથા શ્રી એચ.વી. તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કાકરાપાર પોલીસ સ્ટેશન તથા શ્રી એન. કે. મોરી પો.સ.ઇ. ડોલવણ તથા શ્રી પી.વી. ધનેરા પો. સ.ઇ. ઉકાઇ નાઓ સમક્ષ વ્યારા તાલુકાના બોરખડી ગામે જવાહર ફળિયામાં ખુલ્લી જગ્યામાં ( ૧ ) સોનગઢ પોલીસ સ્ટેશનના ઇનીશ દારૂના કુલ ગુના – ૧૧૮ બાટલી નંગ -૩૨૯૧૨ કિ.રૂ. ૬૭ર૭૯૪૦/ – ( ૨ ) વ્યારા પોલીસ સ્ટેશન ઇગ્લીશ દારૂના કુલ ગુના -૧૨૮ બાટલી નંગ ૯૭૪૬ કિ.રૂ. ૭,૭૦,૨૯૦ / – ( ૩ ) કાકરાપાર પોલીસ સ્ટેશન ઇગ્લીશ દારૂના કુલ ગુના -૨૭ , બાટલી નંગ -૨૭૯૦ કિ.રૂ. – ૩૪૧૭૬૦/ ( ૪ ) ડોલવણ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના કુલ ગુના -૪૨ , બાટલી નંગ- ૮૭૩૯ કિ.રૂ. – ૨૨૦૧૯૨૫ / – તથા (૫ ) વાલોડ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના કુલ ગુના રર બાટલી નંગ – ર૪૧૨ કિ.રૂ. – ૨, ૪૯,૭૦૦ / – તથા ( ૦૬ ) ઉકાઇ પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના કુલ ગુના ૨૮ માં બાટલી નંગ ૧૫૯૦ કિ.રૂપિયા. ૯૭૦પ૦ / – મળી મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે.
આમ ઉપરોક્ત કુલ -૦૬ પોલીસ સ્ટેશનની કુલ ૦૬ પોલીસ સ્ટેશનના કુલ ૩૬૫ ગુનાઓ કુલ નાશપાત્ર બોટલો ૫૮૧૮૯ કુલ કિંમત રૂપિયા ૧,૦૩,૮૮,૬૬૫ / – નો મુદ્દામાલ પાકા બ્લોકના તળિયા ઉપર પાથરી રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે .