માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં ૩૫૦ સરકારી કર્મચારીઓને કોરોનાની વેકસિન મુકવામાં આવશે : આજે ૯૦ ને રસી આપવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં આશરે ૩૫૦ જેટલાં સરકારી કર્મચારીઓને કોરોનાં વેકસિન મુકવાનો આજથી માંગરોળ તાલુકામાં પ્રારંભ કરવામાં આવ્યો છે.જેનું ઉદ્દઘાટન માંગરોળનાં મામલતદાર ડી.કે.વસાવા એ દીપ પ્રગટાવીને કર્યો હતો.સર્વશ્રી મામલતદાર ડી.કે.વસાવા ડો. આર. પી. સિંઘ, ડો.આશાબેન નાયક,ડો.દિનેશભાઇ ચૌધરી વગેરેઓએ કોરોનાંની રસીથી કોઈ આડ અસર થતી નથી.જેથી આ રસી દરેકે મુકાવવી જોઈએ એમ કહ્યું હતું.પ્રથમ રાઉન્ડમાં ૯૦ કર્મચારીઓને આજે તારીખ ૧૯ મી જાન્યુઆરીનાં રોજ તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સરકારી રેફરેલ હોસ્પિટલ ખાતે ઉભા કરાયેલ કોરોનાં વેક્સીનેશન બુથ ખાતે રસી મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડો.આર.પી.શાહી,રેફરેલ હોસ્પિટ લનાં ઇન્ચાર્જ અધિકક્ષક ડો.રાકેશભાઈ પટેલ સહિત તાલુકાનો આરોગ્ય વિભાગ અને રેફરેલ હોસ્પિટલ માંગરોળ નાં સ્ટાફે ફરજ બજાવી હતી.આજે ૯૦ જણાને રસી મુકવામાં આવી છે.પ્રથમ રસી મુકાવનાર વસ્તાન – ડુંગરી ગામનાં ડો. કેયુરસિંહ આર. વરાછીયા હતા. બાકીનાને આરોગ્ય ખાતા તરફથી તારીખ આપવામાં આવશે.ત્યારે માંગરોળ તાલુકાનો રસીનો બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.એમ.સનીસચરા એ કર્યું હતું.જ્યારે આભારવિધિ ડો.રાકેશભાઈ પટેલે આટોપી હતી.