માંગરોળ તાલુકાની ઝંખવાવ અને નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકો તથા આ બેઠકોમાં આવતી તાલુકા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોને સાંભળવા માટે બેઠકો યોજાઈ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાની ઝંખવાવ અને નાનીનરોલી જિલ્લા પંચાયતની બેઠકો તથા આ બેઠકોમાં આવતી તાલુકા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોને સાંભળવા માટે આજે તારીખ ૧૭ મી જાન્યુઆરીનાં બે અલગ અલગ બેઠકો માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ સોનજીભાઈ વસાવાનાં અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી. ઝંખવાવ જિલ્લા પંચાયત અને એમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતોની બેઠકનાં ઉમેદવારોના નામો મેળવવા માટે ઝંખવાવ ખાતે તાલુકા પ્રમુખનાં નિવાસ્થાને બોપોરે બે વાગ્યે બેઠક યોજાઇ હતી. અને સાંજે ચાર વાગ્યે નાનીનરોલી જિલ્લા પંચાયત અને એમાં સમા વિષ્ટ પાંચ તાલુકા પંચાયત બેઠકનાં ઉમેદવારોના નામો મેળવવા માટે માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યાલય ખાતે તાલુકા કોગ્રેસનાં પ્રમુખ સોનજીભાઈ વસાવાનાં અધ્યક્ષસ્થાને બેથક યોજાઈ હતી. આ બંને બેઠકો માં તાલુકા પંચાયતોની બેઠક માટે મોટે ભાગે ઓછા નામો આવ્યા હોય ઉમેદવારોની પસંદગીમાં સરળતા રહેશે. જ્યારે બંને જિલ્લા પંચાયતો ઉપર ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ખાસ કરી ઝંખવાવ બેઠક ઉપર ઈરફાન મકરાણી સહિતનાં કોગી આગેવાનોએ ટીકીટ ની માંગ કરી છે. જ્યારે નાનીનરોલી બેઠક ઉપર એડવો કેટ દર્શનભાઈ નાયક,ઇંદ્રિસ મલેક સહિતનાં કોગી આગેવાનોએ ટીકીટની માંગ કરી છે. આજે સૌપ્રથમવાર માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનું કાર્યાલય ખીચો ખીચ કોગી કાર્યકરોથી ઉભરાઈ ગયું હતું. જો કે નાની નરોલી જિલ્લા પંચાયત બેઠક ઉપર બેઠકમાં ઉપસ્થિત કોંગી કાર્યકરોએ ઇંદ્રિસ મલેક અને કેટલાંક કાર્યકરોએ એડવોકેટ દર્શનભાઈ નાયકની તરફદારી કરી હતી. બેઠકને અંતે તાલુકા કોગ્રેસના પ્રમુખ સોનજીભાઈ વસાવા એ જણાવ્યું કે આ અંગેનો અહેવાલ કોગ્રેસ હાઈકમાન્ડને મોકલી આપવામાં આવશે. ત્યાંથી જે નિર્ણય લેવાશે તે સર્વે એ માન્ય રાખવો પડશે.આ પ્રસંગે સર્વશ્રી નસરૂભાઈ શેખ (પીપોદરા વાળા) સુરેશ ભાઈ વસાવા,ઇરફાનભાઈ મકરાણી, ઈંદ્રિસભાઈ મલેક, પીયૂસભાઈ બારોટ, કાસીમભાઈ જીભાઈ, મોહમદ પટેલ (જે.પી.) સહિત ખૂબ મોટી સંખ્યામાં કોગી આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other