તાપી : સોનગઢની આદિવાસી વિધવાને વિધર્મી દ્વારા ભોગવ્યા બાદ તરછોડી દેવાના પ્રકરણમાં રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી દ્વારા આવેદન અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): સોનગઢની આદિવાસી વિધવાને વિધર્મી યુવકે લગ્નની લાલચ આપી ભોગવ્યા બાદ તરછોડી દેવાના બનાવ અંંગે રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી દ્વારા ગત દિવસોમા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ કે, સહ આરોપીની ધરપકડ થાય. પરંતુ સહ આરોપીની ધરપકડ નહી થતા આજે ફરી એકવાર કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ.
તાપી જીલ્લાના સોનગઢ તાલુકાની એક યુવતીને વ્યારાના મુસ્લિમ યુવકે હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી શરીર સંબંધ બાંધી તરછોડી દીધી હતી, જેમાં આરોપી નજીર સૈયદ અને એના મિત્ર નિલેશ લુહાર એ યુવતીને જાતિવિષયક ગાળો આપી સળગાવવાની ધમકી આપતા 376 અને એટ્રોસિટી ધારા હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આજ રોજ રાષ્ટ્રીય આદિવાસી મંચ તાપી દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને ફરી એકવાર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મળી આવતી માહિતી અનુસાર એટ્રોસીટી તથા બળાત્કાર જેવા ગંભીર ગુન્હાના અપરાધમાં મુખ્ય આરોપીને સતત સાથ સહકાર આપનાર સહ આરોપી નિલેષ લુહાર દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કર્યા બાદ પણ આદિવાસી વિધવા બાઈને જાતિ વિષયક ગાળો બોલી મારી નાખી સળગાવી દેવાની ધમકી આપવા બાબત આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાથે જ તેઓ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ બાદ પણ સહ આરોપી નિલેષ લૂહાર પોતે ફરાર થઈ પોતાના રાજકીય નેતાઓ તથા માથાભારે ઇસમોને આદિવાસી બાઈના ઘરે અવાર નવાર દબાણ કરાવી સમાધાન કરી લેવાની ધમકી આપવામાં આવી રહેલ છે. તેઓ નું એવું પણ કહેવું હતું આવા સંજોગોમાં પોલીસની નિષ્ક્રિયતા તથા મિલીભગત જોવા મળી રહી છે. અને તેઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે આરોપીઓની તાત્કાલિક ઘરપકડ કરી સખ્ત સજા થાય અને આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવાય.