NSUIની માંગ સંતોષાય : તાપી જિલ્લાના ધો.૧૦ અને ૧૨ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો શરૂ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી): તા.૧૬ – ૧૮ મી જાન્યુઆરી ૨૦૨૧ થી યુજી કક્ષાએ B.A સેમ-૩ B.Com સેમ-૩ અને BA સેમ-૫ અને Bcom સેમ -૫ અને પી.જી કક્ષા એ સેમ -૩ ની તાપી જિલ્લા ની કોલેજો મા VNSGU યુનિવર્સિટી ની પરીક્ષા શરુ થઈ રહી છે તે બાબતે Nsui વતી પ્રમુખ અવિનાશ જાદવ દ્ધારા તાપી જિલ્લા ની કુમાર અને કન્યા છાત્રાલયો શરુ કરવા કલેક્ટર શ્રી ને રજૂઆત કરવામાં આવી હતી જેના અનુંસધાને તા ૧૭/૧/૨૧ ના રોજ કોવિડ ૧૯ ગાઈડ લાઈનનું પાલન કરીને કલેક્ટર શ્રી આર.જે.હાલાણી અને મદદનીશ કમીશનર શ્રી આદીજાતી વિકાસ કચેરી તાપી ના સંવેદનશીલ પ્રયત્નોથી તાપી જિલ્લા ની સરકારી અને તકેદારી અંતર્ગત કુમાર અને કન્યા છાત્રાલય શરૂ કરવાનો આદેશ આપ્યો હતો તેમજ તાપી જિલ્લા ના આદિવાસી વિદ્યાર્થીઓ ના હિત મા છાત્રાલય શરૂ કરવાનો નિર્ણય લેવાના આવ્યો છે.
જેથી તાપી જિલ્લાના ધોરણ-૧૦ અને ૧૨ તેમજ કોલેજમા; અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર ખાતે આવેલ સરકારી કુમાર/કન્યા છાત્રાલયોમાં રહી પોતાનો અભ્યાસ સારી રીતે કરી શકશે.
૦૦૦૦૦૦