તાપી LCBએ 74 હજારનાં અલગ અલગ બનાવટનાં દારુનાં જથ્થા સાથે કોરોલા ગાડી ઝડપી : એક ઝડપાયો જ્યારે બે ભાગી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લા LCBએ વ્યારાનાં શીંગી ફળિયા તેમજ ખુશાલપુરા ખાતેથી કુલ રૂ. ૭૩,૭૦૦/-નાં પ્રોહીબીશન જથ્થા સહિત ટોયોટા કંપનીની કોરોલા ગાડી ઝડપી પાડી હતી, પ્રોહીબીશનનો જથ્થો મંગાવનારને પોલીસે ઝડપી પાડ્યો હતો જ્યારે મહારાષ્ટ્રથી પ્રોહીબીશન જથ્થો ભરી લાવનાર બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, ગતરોજ રાત્રિના 11:45નાં સમયગાળા દરમ્યાન તાપી જીલ્લાના વ્યારા નગરમાં આવેલ શીંગી ફળીયામાં દિનેશભાઈ ઉર્ફે દિનેશ રોકડા રસીદભાઈ ગામીતનાં ઘરે રાકેશ ઉર્ફે પકો કાળીયો સુમનભાઈ ગામીત રહે. ખુશાલપુરા તા.વ્યારા અને તેનાં સાથે તેનો એક માણસ બંનેએ પોતાના કબજાની ટોયોટા કંપનીની કોરોલા ફોરવ્હીલ કાર નં . GJ – 02 – R – 7675 માં નવાપુરથી ભરીને લાવેલ અલગ – અલગ બ્રાન્ડના કુલ બોક્ષ નંગ- ૦૪ , કુલ બોટલ નંગ- ૧૪૪ જેની કિં.રૂ. ૧૩,૨૦૦/- ના મત્તાનો પ્રોહિ જથ્થો ઉતારી રહ્યાં હતાં ત્યારે તાપી LCB સ્ટાફનાં માણસોએ રેડ કરી દિનેશભાઈ ઉર્ફે દિનેશ રોકડાને 13,200/-ની કિંમતનાં દારુનાં જથ્થા સાથે ઝડપી લીધો હતો જ્યારે LCB સ્ટાફનાં માણસોને જોય રાકેશ ઉર્ફે પકો કાળીયો અને તેનો માણસ પોતાના કબજાની કોરોલા ફોરવ્હીલ ગાડી લઈ ભાગી છૂટ્યાં હતાં. LCB ટીમે જેમનો પીછો કરતાં તેઓ ખુશાલપુરા વાવણી ફળિયા પાસે પોતાના કબજાની કોરોલા ફોરવ્હીલ ગાડી મુકી નાશી ગયા હતા. LCB સ્ટાફ દ્વારા ગાડીમાં તપાસ કરતાં તેમાંથી દેશી દારૂ સુગંધી સંત્રા , હેવર્ડ્સ ૫૦૦૦ પ્રિમિયમ સ્ટ્રોંગ ટીન બીયર , સીએગ્રામ ઇમ્પીરીયલ બ્લ્યુ સુપીરીયર ગ્રેઈન વ્હીસ્કી તથા DSP બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની નાની – મોટી બોટલ નંગ- ૮૮૮ કુલ કિં.રૂ. ૬૦,૫૦૦- નો પ્રોહી જથ્થો મળી આવ્યો હતો. આમ કુલ બોટલ નંગ- ૧૦૩૨ કિં.રૂ .૭૩,૭૦૦ / – તથા કોરોલા કાર કિં.રૂ .૧,૫૦,૦૦૦ / – તથા મોબાઈલ નંગ -૧ કિં.રૂ .૨૫૦૦ / – મળી કુલ્લે કિં.રૂ. ૨,૨૬,૨૦૦ – ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ભાગી ગયેલ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
જે અંગે LCB તાપીમાં ફરજ બજાવતા એ.એસ. આઈ. નારણભાઈ રામજીભાઈની ફરિયાદનાં આધારે વ્યારા પોલીસે પ્રોહીબીશન એકટ અન્વયે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.