તાપી : બેટી બચાવો, બેટી પઢાવો સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે કાનપુરા ખાતે ભ્રુણ હત્યા અટકાવવા અભયમ 181 મહિલા હેલ્પલાઇન તાપી દ્વારા માહિતી અપાઈ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહની ઉજવણીનાં ચોથા દિવસનો વિષય સ્ત્રીભૃણ હત્યા અટકાવો, બેટી બચાવો અંતર્ગત કાનપુરા ખાતે ભ્રુણ હત્યા અટકાવવા અભયમ 181 મહિલા હેલ્પલાઇન તાપી દ્વારા બહેનોને માહિતી આપવામાં આવી હતી.
બેટી બચાવો બેટી પઢાવો સપ્તાહના ઉજવણીના ચોથા દિવસે મહિલા અને બાળ અધિકારીશ્રીના માગૅદશન હેઠળ તાપી જિલ્લાના 181 હેલ્પલાઇનના સંયુકત ઉપક્રમે તાપી જિલ્લાના વ્યારાનાં કાનપૂરા ગામમાં બહેનોને સરકારશ્રીની કોવિડ 19ની ગાઈડ લાઇનને અનુસરીને 181 હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા દીકરીઓમા સ્ત્રી ભૃણ હત્યા અને 181 મહિલા હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે ચચૉ કરેલ અને વહાલી દીકરી યોજના વિશે અને મહિલાઓને થતી ઘરેલું હિંસા તથા મહિલાલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
