અમારા ખેતર સુધી પાણી મળતા હવે અમે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું : વજીરભાઈ દામાભાઈ ચૌધરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંડવી તાલુકાના ગોડધા ગામના વજીરભાઈ દામાભાઈ ચૌધરી સિંચાઈ વિભાગમાં માંડવી ખાતે વિયર-૨ માં બીટ ચોકીદાર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, તેઓ નિવૃત્ત થઈને હાલ ખેતી કરી રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમારા બાપ-દાદાઓનું એક સ્વપ્ન હતુ કે, અમારા ગામોમાં પણ સિંચાઈનું પાણી આવે, જે આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા આદિજાતિ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાના સફળ પ્રયાસોના કારણે શક્ય બનવા જઈ રહ્યું છે. અમો પરંપરાગત રીતે ચોમાસા આધારિત ખેતી કરીએ છીએ. પરંતુ પાણી આવશે ત્યારે અમે ત્રણથી ચાર ખેતીપાકો લઈ શકીશું. અમારા વિસ્તારના ગરીબ ખેડુતો હવે સમૃધ્ધ થશે. પાણી મળશે ત્યારે લીલો ઘાસચારો કરીને વધુ દુધાળા પશુઓથી દુધનું ઉત્પાદન કરી શકીશું તેમ વજીરભાઈએ ગર્વભેર જણાવ્યું હતું.