માંડવી તાલુકાના પરવટ ગામના નિશાબેન ચૌધરીએ સખી મંડળ અંગે મુખ્યમંત્રીને મહિલા ઉત્થાન પ્રવૃત્તિ જાણકારી આપી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી પોતાનો અનુભવ જણાવ નાર અન્ય એક લાભાર્થી એવા માંડવી તાલુકાના પરવટ ગામના વતની નિશાબેન શૈલેષભાઇ ચૌધરી છેલ્લા ૧૦ વર્ષથી સખી મંડળ નામનું જાગૃત્તિ સ્વસહાય જુથ ચલાવે છે. જેમાં ૧૦ મહિલા સભ્યો જોડાયેલા છે. આ જૂથ આસપાસના ગામોની મહિલા ઓ માટે પણ પ્રેરણાદાયી બન્યું છે. નિશાબેન જણાવે છે કે, અમે શાકભાજી કલેક્શન અને વેચાણ, રાખડી, ફટાકડાનું વેચાણ, શૌચાલય બનાવવાની કામગીરી, કેટરીંગ ની કામગીરી અને અત્યારે ડાંગર કલેકશન કરીએ છીએ. આ પ્રકારે અમે વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરી સારી એવી આવક રળીએ છીએ. અમે અલગ-અલગ સીઝનમાં કામગીરીઓમાંથી વાર્ષીક અંદાજે રૂ. ૭૦ થી ૮૦ હજાર સુધીનો નફો મેળવીએ છીએ.