તાપી જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિ દ્વારા PM મોદી વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પર છેતરપીંડીનો ગુનો દાખલ કરવા આજરોજ તાપી જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ યુસુફ ગામીત દ્વારા સોનગઢ પોલીસ મથકે લેટર પેડ ઉપર અરજી કરવામાં આવી છે.

તાપી જીલ્લા યુવક કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ યુસુફ ગામીત દ્વારા સમિતિનાં લેટર પેડ ઉપર સોનગઢ પોલીસ મથકે નીચે મુજબ રજૂઆત કરી છે, “નમસ્કાર, સવિનય સહ ઉપરોકત વિષયના અનુસંધાનમાં આપ સાહેબશ્રી ને લખી જણાવવાનું કે ૨૦૧૪ ની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ભારત દેશના યુવાનોને ૨ કરોડ નોકરી અને દરેક વ્યકિતના ખાતામાં ૧૫,૦૦,૦૦૦ / – પંદર લાખ રૂપિયા જમા કરવાની વાત સાથે ભાજપે ચૂંટણી જીતી લીધી હતી. અને આજ દિન સુધી ૨ કરોડ નોકરીઓ મળી નથી. દરેક વ્યકિતના ખાતામાં ૧૫,૦૦,૦૦૦ / – પંદર લાખ રૂપિયા ખાતામાં જમા થયેલ નથી. અમારી સાથે છેતરપીંડી થઈ છે. માટે ગુનો નોંધી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other