માંગરોળ તાલુકાનાં ત્રણ સ્થળોએ કોવિડ-૧૯ની રસીકરણની ડ્રાય રનમાં ૭૫ લાભાર્થીએ ભાગ લીધો : કાર્યક્રમ સંપૂર્ણ સફળ : આરોગ્ય વિભાગ તરફથી સુંદર આયોજન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  હવે ટૂંક સમયમાં જ કોવિડ-૧૯ ની રસી આવનાર છે. ત્યારે આ રસી નાગરિકોને કેવી રીતે મુકવામાં આવશે. એ માટે હાલમાં ડ્રાય રનનાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેનાં ભાગરૂપે આજે તારીખ ૮ મી જાન્યુઆરીનાં રોજ માંગરોળ તાલુકાનો કોવિડ-૧૯ ની રસીકરણની ડ્રાય રનનો કાર્યક્રમ તાલુકા મથક માંગરોળ ખાતે રેફરલ હોસ્પિટલમાં, નાનીનરોલી ગામે GIPCL કંપની અને પલોદ ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં ૭૫ જેટલાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સેન્ટર ઉપર ૨૫-૨૫ લાભાર્થીઓ બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં માંગરોળ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. પી. શાહી, રેફરલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.રાકેશભાઈ પટેલ, સઈદ નાતાલવાળા અને સમગ્ર માંગરોળ તાલુકાનો આરોગ્ય ખાતાનો સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમમાં લાભાર્થીઓનાં રીપોર્ટિંગ સાથે રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં ૭૫ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. ડ્રાય રનમાં વાસ્તવિક રસીકરણ ની જેમ જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકાર તરફથી રસીનો જથ્થો મળતાં જ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. રસીકરણ માટે લાભાર્થીઓને મેસેજથી જાણ કરવામાં આવશે વેકસીનેટર વડે વેકસીન આપવામાં આવશે. વેકસીનેશન બાદ તીસ મિનિટ સુધી રિકવરી રૂમમાં રાખવામાં આવશે. જ્યાં વેકસીન લેનારને કોઇ તકલીફ નથી. તેની ખાતરી કર્યા બાદ લાભાર્થીને ઘરે જવા દેવામાં આવશે. જો કે ડ્રાય રનનો આ કાર્યક્રમ ત્રણે ત્રણ સ્થળે ખૂબ સારી રીતે સફળ રહ્યો હતો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other