આયુષમાન ભારત અંતર્ગત માંગરોળ તાલુકાની આશા વર્કરબહેનો અને FHW CHO ને NCDની તાલીમ આપવાનું શરૂ
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આયુષમાન ભારત અંતર્ગત માંગરોળ તાલુકામાં ફરજ બજાવતી તમામ આશવર્કર બેનોને તથા તમામ FHW CHO ને NCD (પોપ્યુલેશન બેઝ સ્ક્રીનિગ ) તાલીમ આપવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં સભાખડમાં તાલુકાની તમામ આશવર્કર બેનોને પાંચ દિવસની અને માંગરોળ તાલુકાનાં બ્લોક રીચોર્સ સેન્ટર ખાતે તાલુકાનાં તમામ FHWCHO ને ત્રણ દિવસની NCD (પોપ્યુલર બેઝ સ્ક્રીનિગ તાલીમ) આપવાનું આજ થી શરૂ કરવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટરન્સ સાથે આ તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તજજ્ઞો તરફથી ખુબજ સારી રીતે આ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે.તાલુકાની આશવર્કર બેનો અને FHWCHO ઉત્સાહ સાથે આ તાલીમ લઈ રહ્યા છે.