તાપી જીલ્લા SC/ST સેલનાં Dy SP વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધવા કોર્ટનો હુકમ
કોર્ટના હુકમને આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા તાપી જીલ્લામાં બિરદાવવામાં આવી રહ્યો છે.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લા SC/ST સેલનાં Dy SP એ.કે. પટેલ દ્વારા આદિવાસી મહિલા રાધાબેન નાયકા જેઓની તાડકુવા સ્થિત ૭૩એએ વાળી જમીન બિન આદિવાસીઓ દ્વારા છીનવી લેવામાં આવી છે, તેમના જમીન વિવાદ બાબતની ફરિયાદ સબંધે ન્યાયની આશા રાખનાર તથા જમીન માફિયાઓથી પરિવારની સુરક્ષા ઈચ્છતા રાધાબેન નાયકાને SC/ST સેલનાં Dy SP એ.કે. પટેલ દ્વારા ગમે તેવા પશબ્દો બોલી અપમાન કરતા રાધાબેન દ્વારા એટ્રોસીટી એક્ટ હેઠળ SC/ST સેલનાં Dy SP સામે FIR નોંધવા બાબતે અરજી કરવા છતા કાકરાપાર પોલિસે FIR નોંધી ન હતી.
જે બાબતે અરજદારના વિદ્વાન વકીલ નિતિન એસ. પ્રધાન દ્વારા રાધાબેન નાયકા આદિવાસી મહિલાની FIR તાપી પોલીસ દ્વારા નહી નોંધાવા બાબતની રજુઆત વ્યારા સેસન્શ કોર્ટ માં કરવામાં આવી હતી. જે બાબતે વ્યારા સેસન્શ કોર્ટના માનનીય મેજીસ્ટ્રેટશ્રી વી.એ.બુદ્ધ દ્વારા આદિવાસી મહિલાના હિતમાં આદિવાસી મહિલાનું અપમાન કરનાર SC/ST સેલનાં Dy SP એ.કે. પટેલ વિરુદ્ધ FIR નોંધવા બાબતે કાકરાપાર પોલીસને આદેશાત્મક હુકમ કરવાની ચર્ચાએ આદિવાસી પંથકમાં ખુશીની લાગણી સાથે ન્યાય તંત્રમાં વિશ્વાસ મજબુત કર્યો છે.
તાપી જીલ્લાના પોલીસ વિભાગના ઊચ્ચ અધિકારીઓ હવે SC/ST સેલનાં Dy SP એ.કે. પટેલ સામે વ્યારા કોર્ટના હુકમ મુજબ FIR નોંધીને વધુ શું કાર્યવાહી કરે છે તે બાબતે તાપી જીલ્લામાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.