વ્યારા ખાતે વીએચપી દ્વારા નિમાયેલી શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા નગર ખાતે વીએચપી દ્વારા નિમાયેલી શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં નિર્માણાધિન રામમંદિર માટે નિધિ કેવી રીતે એકત્ર કરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી હતી.
વ્યારાના રામજી મંદિર ખાતે શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાત વિશ્વહિન્દુ પરિષદના મંત્રી વિક્રમસિંહ ભાટીએ ભવ્ય થી અતિભવ્ય રામમંદિરના નિર્માણ માટે દેશના સામાન્ય થઈ સામાન્ય હિન્દૂ પરિવાર પાસેથી સહયોગ લેવામાં આવશે દરેક વ્યક્તિ રામ સાથે જોડાય, અને રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠા ના ઉદેશ્ય સાથે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે માત્ર 10 રૂપિયા થી લઈને 100 રૂપિયાની કોરી કુપન છપાવવામાં આવી છે ત્યારે સમગ્ર હિન્દૂ સમાજને સમર્પણ નિધિ આપી આ અભિયાનમાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે.
