મૂળ પાટણનાં વડું ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતો ૧૭ વર્ષીય હશનઅલી આબીદઅલી મુસમજી ઘરેથી ગુમ થઈ ગયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મૂળ પાટણનાં વડું ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતો ૧૭ વર્ષીય હશનઅલી આબીદઅલી મુસમજી ઘરેથી ગુમ થઈ ગયો છે : ઘણી વખત માંગરોળ મારા મિત્રને ત્યાં જાઉં છું એમ કહી આવતો હોય, પરિવારજનોનાં સદસ્યો માંગરોળ ખાતે શોધવા આવ્યા હતા, એમણે માંગરોળનાં સરપંચ નિકેશકુમાર વસાવાનો સંપર્ક કરી, ગુમ થયેલા છોકરાની હકીકતો કહી હતી. છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત, સિનેમા રોડ ઉપર આવેલી બદરી મજીલ ખાતે આ પરિવાર રહે છે.ગુમ થયેલો હશનઅલી, સુરતની વી.ટી. ચોકસી સ્કૂલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતો છે. એ પોતાનાં ઘરેથી ગઈ કાલે તારીખ ૩ જાન્યુઆરીનાં સવારે ૮/૩૦ કલાકે, નિકળીને ગુમ થઈ ગયો છે.એમનાં પરિવાર તરફથી એની શોધખોળ માટે માણસોને વિવિધ વિસ્તારોમાં શોધખોળ માટે મોકલ્યા છે. જેમાંથી બે માણસો માંગ રોળ ખાતે પણ આવ્યા હતા. અને ગ્રામ પંચાયત ના સરપંચ નિકેશકુમાર વસાવાને મળ્યા હતા. એમનું કહેવું હતું કે ૪.૩૦ કલાકે માંગરોળ તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રિયધોરી માર્ગ નંબર ૪૮ ઉપર આવેલ તુલસી હોટલના અને ૬.૩૦ કલાકે આજ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના CCTV કેમેરામાં નજરે પડે છે. જ્યારે તારીખ ૪ જાન્યુઆરીનાં સવારે ૧૦.૩૦ કલા કે મોસાલીનાં હનુમાન મંદિર પાસે નજરે પડતો હતો. પરંતુ પરિવારજનોને ખબર નથી કે માંગરોળ એનો મિત્ર કોણ છે. જેથી શોધવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે પરિવારજનોએ આ પ્રશ્ને સુરત ખાતે પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ આપી છે. જો કોઈને ઉપરોક્ત ફોટાવાળા યુવકનો પતો લાગે તો ૯૯૭૯૯૪૭૫૩૦ અથવા ૯૯૭૪૭૫૬૪૨૯ ઉપર સંપર્ક કરવા પરિવારજનોએ જણાવ્યું છે.