માંગરોળ તાલુકાનાં ઝંખવાવનાં મામા ફળિયામાંથી ગોડબાર જતાં માર્ગ પરથી પીકઅપમાંથી કતલખાને લઈ જવાતા પાંચ ગૌવંશને બચાવી લીધા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે આવેલા મામા ફળિયાથી ગોડબાર જતાં માર્ગ ઉપરથી પોલીસે એક પીકઅપમાંથી પાંચ જેટલાં ગોવશ કે જે કતલખાને લઈ જવાતા હતા તે બચાવી લીધા છે. ઉપરોક્ત માર્ગ ઉપરથી પોલીસને મહેન્દ્ર બોલેરો પીકઅપ જેનો નંબર જીજે-૦૬-ટીટી-૬૨૩૪ માંથી ત્રણ ગાયો અને બે મોટા વાછરડા કે જે કતલખાને લઈ જવાતા હતા તે બચાવી લીધા છે. જો કે ગાડીનો ચાલક ફરાર થઈ ગયો છે. આ પશુઓની કુલ કિંમત ૨૩ હજાર રૂપિયા થાય છે. જ્યારે પીકઅપની કિંમત છ લાખ રૂપિયા ગણી કુલ છ લાખ, ત્રેવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ બનાવ પ્રશ્ને માંગરોળનાં PSI પરેશ એચ. નાયીએ FIR દાખલ કરી છે. આ પશુઓને થારોલી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનાની વધુ તપાસ પાંડુરંગભાઈ રૂપચદભાઈ ચલાવી રહ્યા છે.