તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી કોમી એકતાના દર્શન કરાવતી મોટામિયાં બાવાની દરગાહ ખાતે ભક્તો તરફથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી કોમી એકતાના દર્શન કરાવતી મોટામિયાં બાવાની દરગાહ ખાતે ભક્તો તરફથી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરગાહ એતિહાસિક દરગાહ છે.આ દરગાહ ખાતે દરેક કોમનાં લોકો આવે છે. દર વર્ષે પોષસુદ એકમથી પંદર દિવસ સુધી ઉર્શ ( મેળો ) ભરાય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાં મહામારીને પગલે મેળો ભરાઈ શકશે નહીં. દર વર્ષે ચોમાસાની મોસમની વિદાયબાદ અનેક ભક્તો દરગાહની સફાઈ માટે આવે છે. આજે તારીખ ૩જી જાન્યુઆરીનાં વહેલી સવારે અનેક ભક્તો સોશિયલ ડિસ્ટરન્સના પાલન સાથે સફાઈ કામગીરી કરવા માટે આવી પોહચ્યા હતા. સાથે ટ્રેકટર અને સફાઈ માટેનાં સાધનો પણ લઈ આવ્યા હતા. સમગ્ર દરગાહ કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડમાં આવેલી તમામ દરગાહની ઇમારતોની સફાઈ કામગીરી શરૂ કરી હતી. તમામ કચરો ટ્રેકટરમાં ભરી અન્ય સ્થળે જઇ કચરાનો નાશ કર્યો હતો. આ ગાદીના હાલનાં ગાદીપતિ પીર સલીમુદીન ચિસ્તી છે. જ્યારે એમના સુપુત્ર અને આ ગાદીના ઉત્તરાધિકારી ડો.પીર મતાઉદીનચિસ્તી પણ ખૂબ જ સારૂ ધ્યાન દરગાહ ખાતે આપે છે. આ ગાદી તરફથી એક ટ્રસ્ટની પણ રચનાં કરવામાં આવેલી છે. જેનાં નેજા હેઠળ અનેક સામાજીક કામગીરી કરવામાં આવે છે. ડો.પીર મતાઉદીન ચિસ્તી તરફથી એક લાખ લોકોને વ્યસન મુકત કરવાનું અભિયાન શરૂ કર વામાં આવ્યું હતું જે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પ્રશ્ને ટૂંક સમયમાં એક માહિતી બુક પ્રસિધ્ધ કરવામાં આવનાર છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other