માંગરોળનાં કોસાડી ગામે એક રહીશે ફળિયાનો સરકારી માર્ગ બંધ કરી દીધો : ઉચ્ચકક્ષાએ કરાયેલી ફરિયાદ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે પટેલ ફળિયાનો માર્ગ જે ૨૬ વર્ષથી લોકોની અવર જવર માટે ચાલુ હતો. જે છેલ્લા એક માસથી આ ફળિયામાં રહેતા મોહમદ ઇલ્યાસ અહમદ ભાણાએ, આજ ફળિયામાં રહેતાં અબ્દુલસમદ યુસુફ અભી સાથે જમીન પ્રશ્ને છેલ્લા કેટલાંક સમયથી અદાવત ચાલે છે. જેને લીધે મોહમદ ભાણાએ અબ્દુલ સમદને હેરાન કરવા આ માર્ગ ઉપર પતરાની આડશ મૂકી રસ્તો છેલ્લા એક માસથી બંધ કરી દીધો છે. આ રસ્તા ઉપર સરકાર તરફથી પેવર બ્લોકનું કામ પણ કરવામાં આવ્યું છે. વળી મોહમદ ભાણા પોતે બકરાં પાડવાનો ધધો કરે છે. આ બકરા રાત્રીનાં સમયે ફળિયામાં છોડી મુકવામાં આવે છે. સાથે જ મોહમદ ભાણા અબ્દુલસમદને કહે છે કે આ રસ્તા ઉપરથી અવર જવર કરવી નહીં. આમ આ બે શખ્સો ની લડાઈને લીધે આખા ફળિયા વાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે.આ પ્રશ્ને અબ્દુલસમદ અભીએ માંગરોળના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સબ ઇસ્પેક્ટર અને તલાટી-સરપંચ, કોસાડી ગ્રામ પંચાયત ને લેખિતમાં ફરિયાદ કરી,આ રસ્તો ચાલુ કરાવવા માંગ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other