૩૧ ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને ઉંચામાળા ગામમાંથી 33 હજારનાં ભારતીય બનાવટના દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડતી LCB તાપી
(પ્રતિનિધિની દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષક શ્રી જી.તાપી તથા શ્રી આર.એલ. માવાણી નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ વ્યારા નાઓએ આગામી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી અર્થે તાપી જીલ્લામાં પ્રોહી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય , તા .૩૧ / ૧૨ / ૨૦૨૦ ના રોજ શ્રી ડી.એસ. લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી તથા ASI ભુપેન્દ્રભાઈ યશવંતરાવ તથા આ.પો.કો. રાજેશભાઈ જલીયાભાઈ તથા WLR સેજલબેન ચીથરભાઈ તથા ડ્રા.પો.કો. વિપુલભાઈ રમેશભાઈ તથા ડ્રા.પો.કો. સુનિલભાઈ ખુશાલભાઈ તમામ નોકરી એલ.સી.બી. જી.તાપી પ્રોહી રેઈડમાં નીકળેલા દરમ્યાન શ્રી ડી.એસ. લાડ I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તાપીને ખાનગી રાહે બાતમી મળેલ. જે આધારે રેઈડ કરી કિલુબેન WD/O વિનેશભાઈ સોનજીભાઈ ગામીત રહે.ઉંચામાળા હોળી ફળિયુ તા.વ્યારા જી.તાપીના ઘરમાંથી તેમજ બહાર આવેલ બાથરૂમની છત ઉપરથી વગર પાસ પરમીટે ઇમ્પીરીયલ બ્લ્યુ તથા ડી.એસ.પી. બ્લેક હીસ્કી તથા દેશી દારૂ સંત્રા તથા કીંગ ફીશર ટીન બીયરની નાની મોટી બોટલ નંગ -૩૩૬ કુલ ૮૦.૫૬૦ લીટર કુલ કિ.રૂ. ૩૩,૬૦૦ – તથા મોબાઈલ નંગ -૧ કિ.રૂ .૫૦૦ / – મળી કુલ કિ.રૂ. ૩૪,૧૦૦ / – નો પ્રોહી મુદામાલ રાખી પોલીસની રેડ દરમ્યાન પકડાઈ ગયેલ અને આ પ્રોહી જથ્થો આપનાર આરોપી મુન્નાભાઈ જેના પુરા નામની ખબર નથી તેને વોન્ટેડ જાહેર કરી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કાકરાપાર પોલીસને સોંપલ છે.
આમ શ્રી ડી.એસ. લાડ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. જી.તાપી તથા તેમની એલ.સી.બી. ટીમે આગામી ૩૧ ડીસેમ્બરની ઉજવણીને લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર મહિલા વિરૂદ્ધ કાર્યવાહી કરેલ છે.