માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ, જિલ્લા કોગ્રેસનાં પ્રમુખનાં નેતૃત્વમાં માંગરોળ-માંડવીના પ્રાંત અધિકારીને મોંઘવારીના વિરોધમાં આપેલું આવેદનપત્ર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં નવ નિયુક્ત પ્રમુખ સોનજીભાઈ વસાવા અને સુરેશભાઈ વસાવા સહિત તાલુકાનાં કોગી કાર્યકરો અને મહિલા કાર્યકરોએ, ગેસ બોટલ અને ખાદ્ય તેલો સહિત અનેક ચીજ વસ્તુઓમાં થઈ રહેલાં વધારાનાં વિરોધમાં આજે તારીખ ૩૦ મી ડિસેમ્બરનાં રોજ માંગરોળ-માંડવી વિભાગનાં પ્રાંત અધિકારીને મોંઘવારી પ્રશ્ને એક આવેદનપત્ર સુરત જિલ્લા કોગ્રેસ સમિતિનાં પ્રમુખ આનંદભાઈ ચૌધરીનાં નેતૃત્વમાં આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી અને મોંઘવારી પ્રશ્ને વિવિધ સૂત્રો ઉચ્ચારો કરી, પ્રાંત અધિકારીની કચેરીએ પોહચી આવેદનપત્ર આપ્યું હતું. મહિલાઓએ પોતાની સાથે તેલનાં ડબ્બા, તેલની કેનો અને રાંધણગેસનાં સિલિન્ડરો લઈને રોડ ઉપર ઉતરી આવી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other