તાપી : વ્યારાનાં માછીવાડમાં અશાંતધારો લાગુ પાડી અનધિકૃત ધંધા બંધ કરાવવા માંગ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં જિલ્લા મથક વ્યારા ખાતે આવેલ માછીવાડ વિસ્તારનાં રહેવાસીઓ દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી અશાંતધારો લાગું પાડવા તેમજ જન આરોગ્યને જોખમાય તે રીતે અનધિકૃત રીતે ધંધો કરતાં તેમજ રસ્તા ઉપર દબાણ ઉભું કરનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહિ કરવા રજૂઆત કરવામાં આવી છે.
વ્યારાનાં માછીવાડ વિસ્તારનાં રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સોંપી પોતાની વ્યથા જણાવી હતી. આવેદન પત્રમાં નીચે મુજબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. “હમો રહેવાસીઓ આશરે સને ૧૯૨૫ પહેલાથી પોતાના વડીલો સમયથી રહેતા આવેલ છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માછીવાડ ખાતે મુસ્લીમ કોમના લોકો અમારા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે તે મીલકતની બમણી કિંમત ચુકવી મીલકતો લઈ ઈરાદાપૂર્વક અમારા વિસ્તારમાં વસવાટ કરી રહયા છીએ જેનાથી અમારા વિસ્તારમાં ભવિષ્યમાં અસંવેદનશીલ માહોલ થઈ શકે અને અણબનાવ બની શકે તથા બે ધર્મો વચ્ચે તકરાર થઈ શકે એવું જણાઈ છે તેનો જવાબદાર કોણ હશે ! જેથી આવા બનાવ ની બને તે માટે સદર વિસ્તારમાં અશાંતધારો લાગુ પડે તો સારું તથા વિશેષમાં કેટલાક ઈસમો ( ૧ ) રહીમ ખુરેશી ( ૨ ) અકરમ ખુરેશી ( ૩ ) રીયાઝ ખુરેશી તથા ( ૪ ) આશિષ ત્રિવેદી પોતાની વેચાણ લીધેલ છે કે ભાડે લીધેલ મિલકતમાં મોટી સંખ્યામાં રહેતા માછીવાડ ફળીયામાં લોકોના આરોગ્યથી વિરુધ્ધ અનધિકૃત રીતે તથા મોટી સંખ્યામાં મરઘાઓ રાખી વેચાણ કરી રહ્યા છે તથા મરઘા આપી જનાર વ્યકિતનો અડધી રાત્રે મોટા અવાજે ટેમ્પામાં મ્યુઝીક વગાડતા હોર્ન વગાડતા લોકોની ઉંઘમાં ખલેલ પહોંચે તેવું કરી રહેલ છે તથા મરઘાનાં પોલ્ટ્રી ફાર્મની જેમ ખુબ જ મોટી સંખ્યામાં મરઘા રાખી રહયા છે . અને વેચાણ કરી રહયા છે . જેની પરવાનગી જો વ્યારા નગર પાલીકાએ આપી તો કેવી રીતે આપી તથા પરવાનગી ન આપી હોય તો કેવી રીતે વહેચી શકે ? આરોગ્ય ખાતાની પાસે પરવાનગી માંગી ? રહેણાંક વિસ્તારમાં કેવી રીતે મરઘાનો ધંધો કરી શકે ? તમામ કાયદા વિરુધ્ધના તથા આરોગ્યને જોખમમાં મુકે તેવું કાર્ય કરી રહયા હોય તમામ ઇસમોની આવી પ્રવૃતિ બંધ થવી જોઈસ00પ તથા તેના માટે યોગ્ય તે કાર્યવાહી કરશોજી. તે ઉપરાંત, શબ્બીર (ઝીંગાવાળા ) કરીને ઇસમ છે જેણે સીટી સર્વે નં. ૩૫9૮ વાળી મિલકત કે જે મોજે માછીવાડ, વ્યારા ખાતે મિલકતમાં પરવાનગી વગ૨ બાંધકામ કરી મરઘા ઉછેર અને આવી જ રીતે આ ચાર ઈસમો કરતા પણ વધારે મોટા સ્વરૂપમાં મરઘા ઉછેરી રાખી અને ધંધો કરવા જઈ રહ્યાનો અણસાર છે જેથી તે વ્યકિત પણ આવી આરોગ્ય વિરુદ્ધ ગેરકાયદેસર કાર્ય કરવા જઈ રહ્યાંનાં અણસાર છે. તથા તે ઈસમ સરકારી ૨સ્તાના બાજુમાં ખાનગી મિલકતના માલીકી માકકે સરકારી રસ્તામાં પણ દબાણ કરી રહેલ હોવાના અણસાર છે તો તે રસ્તાની જગ્યા પર બાંધકામ કેવી રીતે કરી શકે તે પણ મોતો કાયદાકીય પ્રશ્ન હોય, ઉપરોકત તમામ ગેરકાયદેસર પ્રવૃતિ આરોગ્ય વિરુદ્ધ પ્રવૃતિ/કાર્ય કરનારા ઈસમોને આવા કાર્ય કરતા અટકાવવા યોગ્ય તે કાયદાકીય પગલા ભરવા મહેરબાની કરશોજી.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other