તાપી જિલ્લામાં તા.૩જી જાન્યુઆરીએ યોજાનાર જીપીએસસી પરીક્ષા સંદર્ભે જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :: આગામી તા.૦૩.૦૧.૨૧ના રોજ તાપી જિલ્લામાં યોજાનાર જીપીએસસી પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-૨ની પરીક્ષા દરમિયાન ઉમેદવારોની પસંદગીમાં પ્રામાણિકતા અને ગુપ્તતા જળવાય અને પરીક્ષા ન્યાયયુકત યોજાય તથા પરીક્ષાનું આયોજન નિષ્પક્ષ, તટસ્થ અને ભેદભાવરહિત થાય તે અને પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી તા.૦૩/૦૧/૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકથી ૧૪.૦૦ કલાક દરમ્યાન અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામુ બહાર પાડી તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં ૧૦૦ મીટરના ઘેરાવ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ એકત્રિત થવા, હથિયાર કે મોબાઈલ ફોન લઈ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ કે લાઉડ સ્પીકર વગાડવા, ૫રીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનઅઘિકૃત વ્યકિતઓના પ્રવેશ ૫ર તથા પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરના અંતર સુઘીમાં ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર મનાઈ ફરમાવી છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ અનુસાર સજાને પાત્ર થશે. …..