તાપી જિલ્લામાં ૧૧ કેન્દ્રોમાં જીપીએસસી પરીક્ષા યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આગામી તા.૩જી જાન્યુઆરી-૨૦૨૧ના રોજ યોજાનાર જીપીએસસી પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-૨ની પરીક્ષા માટે વ્યારા ખાતે ૧૧ કેંદ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં (૧) શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળા, ટાવર રોડ (૨) શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મીડીયમ પ્રાથમિક શાળા, ટાવર રોડ (૩) શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય (યુનિટ-૧) ટાવર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે (૪) શ્રીમતી કે.કે.કદમ કન્યા વિદ્યાલય (યુનિટ-૨) ટાવર રોડ, જુના બસસ્ટેન્ડ પાસે (૫) શ્રીમતી ખુ.મા.ગાંઘી, પ્રાથમિક શાળા, ટાવર રોડ (૬) શ્રી જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ(યુનિટ-૧) ટાવર રોડ (૭) શ્રી જે.બી.એન્ડ એસ. એ. સાર્વજનિક હાઇસ્કુલ (યુનિટ-૨) ટાવર રોડ (૮) દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય,હીવે નં.૬ની બાજુમાં જનરલ હોસ્પિટલની સામે (૯) શ્રી એમ.પી. પટેલ એન્ડ પી.સી. શાહ હાયર સેકન્ડરી સ્કુલ, કાકરાપાર, બાયપાસ રોડ (૧૦) આર.પી ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (યુનિટ-૧) પનિયારી ધુલીયા રોડ વ્યારા (૧૧) આર.પી ચૌહાણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ (યુનિટ-૨) કેન્દ્રો નિયત કરાયા છે. જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
…….