તાપી જિલ્લામાં તા.૩જી જાન્યુઆરીએ યોજાનાર પોલિસ ઈન્સપેકટરની જીપીએસસી પરીક્ષા સંદર્ભે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
તાપી જિલ્લામાં ૧૧ કેંદ્રોમાં ૧૨૧ બ્લોક્ની વ્યવસ્થા કરાઈ:
૨૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે : પરીક્ષાખંડમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.૦૩/૦૧/૨૦૨૧ના રોજ તાપી જિલ્લામાં ૧૧ કેંદ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-૨ની પરીક્ષાના સુચારૂ આયોજન માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરોની બેઠક મળી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ખાસ કરીને વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ પરીક્ષા દરમ્યાન કોવિદ-૧૯ની સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતુ. તદઉપરાંત પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઈઝ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુસ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુસંગિક બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.
સમગ્ર રાજ્યમાં તા.૦૩.૦૧.૨૦૨૧ના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર પોલિસ ઈસ્પેક્ટર વર્ગ-૨ની સ્પર્ધાત્મક પરીક્ષા તાપી જિલ્લામાં ૧૧ કેંદ્રો ખાતે લેવામાં આવનાર છે. જેમાં ૨૮૮૨ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે. બેઠકમાં અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી હિતેષ જોષી, શિક્ષણાધિકારી સહિત સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.