માંગરોળ તાલુકાનાં ગામોમાં ખૂટતાં વિકાસનાં કામોના આયોજન માટે બેઠક બોલાવવા માંગરોળનાં TDOએ તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતોના સરપંચ-તલટીઓને કરેલો આદેશ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગામોમાં સને ૨૦૨૦-૨૦૨૧ નાં વર્ષમાં વિવિધ વિભાગો હેઠળનાં ખૂટતાં વિકાસ કામોના આયોજન માટે, માંગરોળ, તાલુકાની ૭૧ ગ્રામ પંચાયતોના સરપંચો અને તલાટીઓને એક બેઠકનું આયોજન કરી વિકાસ કામોનું આયોજન કરવા આદેશ આપ્યો છે. જેમાં ગામનાં રસ્તા,પીવાનાં પાણીનાં કામો, સ્વચ્છતાનાં કામો, શિક્ષણનાં કામો, વીજળી કરણના કામો, ખેતીવાડીને લગતાં ખેડૂતોનાં કામો, ખેત મજૂરો માટે સ્વરોજગારીના કામો, બાગાયતને લગતા ખેડૂતલક્ષી કામો, વનીકરણના કામો, સિંચાઈને લગતાં કામો, બે ગામને જોડતાં રસ્તા,નાળા ના કામો જે તે વિભાગો,કચેરીઓને આવરી લઈ દર વર્ષનાં નાણાંકીય લક્ષયાક મુજબ નાણાંપંચ, MLA ગ્રાન્ટ, આયોજનની ગ્રાન્ટ, ATVT ની ગ્રાન્ટ, સાંસદ સભ્યની ગ્રાન્ટ,TSP ની ગ્રાન્ટ,મનરેગા તથા અન્ય ખાતાકીય સહાય વિગેરે કામો માટે ગ્રામ પંચાયત કક્ષાએ એક બેઠકનું આયોજન કરી ,આ આયોજન માંગરોળ, તાલુકા પંચાયત ખાતે કાર્યરત બાંધકામ વિભાગને મોકલી આપવા જણાવાયું છે.હાલમાં કોવિડ-૧૯ની મહામારીમસ સંક્રમણ વધુ ન ફેલાય તે અંગે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other